હેસ્થ ડેસ્કઃ શિયાળામાં પાણીની તરફ ઝડપથી લાગતી નથી પણ તરસ ન લાગી હોય તો પણ પાણી પીતા રહેવું જોઈએ. આસપાસનું વાતારણ ઠંડું હોવાને કારણે તરસ ઓછી લાગે છે, એના કારણે પરસેવો થતો નથી તેથી મોઢુ કે ગળું સુકાતું નથી. સામાન્ય રીતે લોકો પાણી ત્યારે જ પીવે છે જ્યારે એમને તરસ લાગે છે. પાણી પીવાની આ રીત બિલકુલ ખોટી છે. શરીર તરસ લાગી હોવાના સંકેત આપે છે. શરીરને પાણીની જરૂરિયાત લાગે છે ત્યારે આવું બને છે. આ જ કારણે ઠંડીની સીઝનમાં પાણીની તરસ ઓછી લાગે છે. પણ શરીરમાં પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઈડ્રેશનનું જોખમ વધી જાય છે.
તરસ ન લાગી હોય તો પણ પાણી પીવો
શિયાળામાં પાણીની તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું જોઈએ.જો પાણી પીવામાં ન આવે તો શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે. શિયાળુ સીઝનમાં તાપમાન નીચું જાય છે. શરીરને પણ ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે પાણી પીવામાં આવે છે. ઉનાળામાં પરસેવો પણ વધુ થાય છે. એ સમયે શરીરને પાણીની જરૂર વધારે પડે છે.તેથી ઉનાળામાં તરસ વધારે લાગે છે અને પાણી વધારે પીવાય છે. શરીરને જ્યારે કુલિંગની જરૂર નથી પડતી એટલે તરસ લાગતી નથી.
શા માટે વારંવાર પાણી પીવું જોઈએ
શિયાળામાં તરસ ન લાગે તો પણ પાણી પીવું જોઈએ.શિયાળામાં બ્લડની નસ થોડી સંકોચાઈ જાય છે. જેના કારણે શરીરમાંથી ગરમી બહાર આવતી નથી. કિડની શરીરમાંથી નકામો પ્રવાહી કચરો બહાર કાઢવાનું કામ કરે છે. શિયાળામાં એકાએક માથું દુખે, ચક્કર આવે, હોઠ સુકાવવાના શરૂ થઈ જાય, ચામડીઓ કડક થવા લાગે, સાંધા દુખવા લાગે તો સમજવું કે શરીરમાં પાણી ઓછું થઈ રહ્યું છે. આ માટે પહેલો ઉપાય સૌથી વધારે પાણી પીવાનો છે. તરસ ન લાગી હોય તેમ છતાં પણ પાણી પીવું જ હિતાવહ છે.