ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર શહેરની ભરતનગર પોલીસે બે મહિલા કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી વોન્ટેડ હતો અને તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી. વોન્ટેડ આરોપી મહિલા કોન્સ્ટેબલનો સગો હતો એ હિસાબથી એમને ઘરમાં આશરો આપ્ય હતો.
ચોક્કસ બાતમી હતીઃ ભરતનગર પોલીસને ચોક્કસ બાતમી મળતા મહિલા પોલીસના ઘરે તપાસ કરવામાં આવી હતી. પાર્થ દિનેશ ધાંધલ્યા નામના વ્યક્તિ સામે તળાજા તાલુકાના દેવલી ગામે ફરિયાદ થઈ હતી.જેમાં ગુનો નોંધાયા બાદ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ આરોપી ભાવનગર શહેરના ટોપ થ્રી સર્ક્લ પાસે રોયલ પાર્ક પ્લોટ 18માં રહેતી તથા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને ત્યાં રહેતો હતો. નયનાએ પણ એમને આશરો આપ્યો હતો.
અન્ય મહિલા પોલીસ કર્મી ઝડપાઈઃ C-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કામગીરીમાં આ આરોપી મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી.જ્યારે બિયરનું એક ટીન પણ મળી આવ્યું હતું. આ કેસમાં અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ પોલીસલાઈન વાળી ઘરમાંથી મળી આવી હતી. C-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત ટીમે ત્રણેયને પકડી પાડીને કાયદેસરની કામગીરી શરૂ કરી છે. આ સાથે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, ખાનગી રાખે બાતમી મળતા કામગીરી કરી છે. આરોપી મહિલાના સગા થાય છે. સમગ્ર બનાવ બાદ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી પાર્થ ત્રણેય ઉપર પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.