અમદાવાદ ડેસ્કઃ નવું ઘરે લેવું એ દરેકનું સપનું હોય છે પણ નવા ઘરમાં કાયમ સુખ-શાંતિ રહે એ માટે પૂજા-હવન કરાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમને ધ્યાન રાખવામાં આવે તો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા કેટલાક વાસ્તુશાસ્ત્રના નિયમો ઘરની સુખ-શાંતિ વધારી શકે છે. એટલું જ નહીં જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર થાય છે. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશામાં હોય તો ફાયદો થાય છે. ઘરના મુખ્ય દરવાજા સામે પગથિયા ન હોવા જોઈએ. દરવાજા પર પૂરતો ઉજાશ અને તડકો આવવો જોઈએ. આ પ્રકારનો દરવાજો ઘરમાં પોઝિટિવ વાઈબ્સ લાવે છે.
બેડરૂમ માટેઃ બેડરૂમ દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જે જીવનમાં શાંતિ માટે ઊર્જા પૂરી પાડે છે. ઘરમાં સમૃદ્ધિ લાવે છે. નવા ઘરમાં શિફ્ટ થતા હોવ અને બેડરૂમ ડેકોરેટ કરવાનો હોય તો બેડની સામે ક્યારેય અરીસા કે ડ્રેસિંગ ટેબલ ન રાખવું જોઈએ. આવું કરવાથી નેગેટિવિટી આવે છે.
કિચનઃ ઘરનું રસોડું હંમેશા અગ્નિ ખુણામાં હોવું જોઈએ. જેની સીધી અસર ઘરના પરિવારજનો પર થાય છે. જ્યારે લિવિંગ રૂમમાં સામાન બને એટલો ઓછો હોવો જોઈએ. ફર્નિચર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જ્યારે ફર્નિચરના રંગો લાઈટ હોવા જોઈએ. લાઈટ્સ પ્રોપર હોવી જોઈએ. દરેક ખૂણામાં લાઈટ્સનું અજવાડું પડવું જોઈએ. સૂર્યપ્રકાશ લિવિંગ રૂમમાં પડે એને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
મંદિરઃ દરેક ઘરમાં પૂજા ઘરનું એક આગવું મહત્ત્વ હોય છે. યોગ્ય દિશામાં મંદિર હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર હંમેશા ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. મંદિરમાં અંદરની તરફ વ્હાઈટ રંગ હોવો જોઈએ. જે શાંતિનું પ્રતીક છે.મંદિરની સામે ક્યારેય બાથરૂમ ન હોવો જોઈએ અને રસોડું પણ ન હોવું જોઈએ.