ધર્મ ડેસ્કઃ ઘરનો દરેક રૂમ એકદમ ખાસ હોય છે. બધાને એવું જ લાગે છે કે, ઘર સ્વચ્છ હોય તો ઘરમાં પોઝિટિવિટી આવે છે. આ વાત સાચી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો અમુક વસ્તુ લિવિંગ રૂમમાં ન રાખવી જ હિતાવહ છે. દરેક ચીજ વસ્તુની એક નક્કી જગ્યા હોય છે. તેને એ સ્થાને જ રાખવામાં આવે તો ફાયદો થાય છે. બેડરૂમ, લિવિંગ રૂમ, બાથરૂમથી લઈ રસોડા સુધીમાં દરેક વસ્તુ રાખવાની એક જગ્યા હોય છે જે વ્યક્તિની પોઝિટિવિટીને અસર કરે છે.
લિવિંગ એરિયામાં ન રાખો આ વસ્તુ
લિવિંગ એરિયામાં લોખંડની ભારી વસ્તુઓ મૂકવાથી ગેરલાભ થાય છેય લિવિંગ એરિયામાં પ્રકાશ પૂરતા પ્રમાણમાં આવવો જોઈએ. લોઢાનો સામાન લિવિંગ રૂમમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. લોઢાના સમાનને સમયાંતરે કાટ લાગે છે. જેથી ઘરમાં માહોલ તણાવગ્રસ્ત થાય છે. એટલું જ નહીં સોફાનું કવર પણ મરૂમ અથવા આછા રંગનું હોવું જોઈએ. લિવિંગ રૂમની નિયમિતપણે સાફ સફાઈ કરવી જોઈએ. રાત્રીના સમયે અહીં નાઈટલેમ્પ પણ ચાલું રાખવો જોઈએ. લિવિંગ રૂમ ક્યારેય અંધારિયો ન હોવો જોઈએ. અંધારા રૂમથી નેગેટિવિટી વધે છે.
કપડાં લિવિંગ રૂમમાં ન રાખવા
લિવિંગ રૂમમાં ક્યારેક કપડાં ન રાખવા જોઈએ. કપડા ધોયેલા હોય કે મેલા હોય લિવિંગ રૂમમાં કપડાં રાખવાથી ઘરમાં સુસ્તી આવે છે. બને ત્યાં સુધી સોફા કે ટિપાઈ પર કોઈ પ્રકારના પહેરવાના કપડાં ન રાખવા જોઈએ. ફોલ્ડ કરેલા કપડાં સીધા જ કબાટ કે ખાનામાં મૂકવા જોઈએ.