મોરબીઃ મોરબી શહેરના નવલખી રોડ પર આવેલી રેલવે ફાટકની આગળ ટ્રેકની બાજુના ભાગમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.પાણી ભરાયેલા ખાડામાંથી અર્ધનગ્ન હાલતમાં યુવાનની ડેડબોડી મળતા અનેક તર્ક-વિતર્ક ચર્ચાઈ રહ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણ થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કર દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે યુવાનની ઓળખ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. સ્થાનિકો દ્વારા આ ડેડબોડી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.અર્ધનગ્ન હાલમાં મળી આવેલા યુવાનના મૃતદેહ અંગે હજુ સુધી કોઈ ઓળખ પોલીસને મળી નથી.આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Morbi: રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાયેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ, અર્ધનગ્ન હાલતમાં મળી ડેડબોડી