ડેસ્કઃ લેડીઝના આઉટફિટમાં સાડી એવી વસ્તુ છે જે ક્યારેય આઉટડેટેડ નથી થતી. માત્ર ડીઝાઈન અને પેટર્ન બદલાયા કરે છે. ભારતીય બનાવટની સાડી દુનિયાભરમાં જાણીતી છે પણ ઘણીવાર એને પહેરવાની શૈલી પણ તમારો લૂક અલગ બનાવી શકે છે. દરેક વયની લેડીઝમાં સાડીની ચોઈસ અલગ અલગ હોય છે પણ લગ્ન પ્રસંગે અલગ લૂક બનાવવો હોય તો ઉત્તર ભારતની સાડીની પેટર્ન ખરીદીને આઉટફિટને બીજાથી અલગ કરી શકો. દક્ષિણ ભારતથી લઈ ઉત્તર સુધી સાડીએ પહેરવેશની વિરાસત છે એમ કહેવામાં કંઈ ખોટું નથી.
બનારસી સાડીઃ
ગોલ્ડન અને સિલ્વર ટચ સાડી બનારસી સાડીની ઓળખ છે. ડીઝાઈનની બારીકી અને ઝરીવર્ક બનારસી સાડીને સ્પેશ્યલ બનાવે છે. ખાસ કરીને દુલ્હન માટે બનારસી સાડીને સૌથી બેસ્ટ અને પહેલી પસંદ માનવામાં આવે છે. જેમાં રોયલલૂકની સાથે ટ્રેડિશનલ પ્રિન્ટ હોવાથી તે એક અલગ લૂક આપે છે. હા, બનારસ સિવાયના પ્રદેશોમાં આ સાડીની કિંમત થોડી વધારે હોઈ શકે છે.
લખનવી પ્રિન્ટ ચિકનકારીઃ
સફેદ દોરાનું અદભૂત સિલાઈ કામએ આ સાડીની ઓળખ છે. બોક્સ, ડોટ્સ, ઝરીવર્ક, થ્રેડ ફ્લોરલ, રાઉન્ડર ફ્લોરલ જેવી અનેક સ્ટાઈલ લખનવી પ્રિન્ટમાં જોવા મળે છે. ખાસ કરીને પાર્ટીવેર તરીકે આ સાડી ફર્સ્ટ ચોઈસ બની શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ ઈવેન્ટમાં પણ પહેરો તો અલગથી વટ પડી જાય. કો બ્રાઈડ તરીકે અલગ લૂક કરવો હોય તો લખનવી પ્રિન્ટ ચિકનદારી સાડી બેસ્ટ રહે છે. આ લગ્નસિઝનમાં ટ્રાય કરવા જેવી પણ ખરી.
ભાગલપુરી સિલ્કઃ
સ્મૂથનેસ અને શાઈનિંગ માટે ભાગલપુરી સિલ્કની સાડી જાણીતી છે. સિમ્પલ બટ એટ્રેક્ટિવ લૂક માટે ભાગલપુરી સિલ્કની સાડી બેસ્ટ માનવામાં આવે છે. જેનું ભરતકામ એકદમ યુનિક છે અને ખાસ કોઈ પેટર્નને ફોલો ન કરવા છતા તે દેખાવ અને પહેરવામાં બેસ્ટ છે. સ્મૂથ હોવાથી એટલો વજન પણ રહેતો નથી.
ચંદેરીઃ
ફિલ્મ ઈંગ્લીશ મીડિયમમાં શ્રીદેવી જે લાલ રંગની સાડી પહેરે છે એ ચંદેરી વર્ક છે. જે મધ્ય પ્રદેશમાં તૈયાર થાય છે. કોર્પોરેટ ઈવેન્ટ અને મેરેજ ફંક્શન માટે આ સાડીને ઘણી લેડીઝ પ્રાયોરિટી આપે છે. જે થોડો એસ્થેટિક લૂક આપે છે. ડોટવર્ક આ સાડીની ખાસ ઓળખ હોય છે. જેને ખાસ પેટર્નમાં તૈયાર કરવામાં આવે છે.
કાંથા સાડીઃ
આ સાડી મૂળ પશ્ચિમ બંગાળમાં તૈયાર થાય છે. દુર્ગા પૂજા વખતે ઘણી લેડીઝ કાંથા સાડી પહેરે છે. ખાસ વાત એ છે કે, સાડીમાં હેન્ડ સ્ટિચ એંબ્રોડરી હોય છે. બંગાળની ચિત્રકલાનું ટ્રેડિશન ફોર્મેટ આ સાડીમાં જોવા મળે છે. મલ્ટીકલરમાં પ્રાપ્ય હોય છે પણ સિમ્પલ એન્ડ બેસ્ટ લૂક માટે આ સાડીને ઘણી લેડીઝ પ્રાયોરિટી આપે છે.