અમદાવાદઃ અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં ₹16.17 કરોડના ખર્ચે નવું સ્માશન બની ચૂક્યું છે. જેમાં પ્રાર્થનાહોલ અને કાફેટેરિયા જેવી સુવિધા પ્રાપ્ય છે. ટૂંક સમયમાં આ સ્મશાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. થલતેજ વૉર્ડમાં ગુરૂકુળ રોડ, સિંધુભવન રોડ, થલતેજ, શિલજ, ભાડજ, હેબતપુરા, બોપલ અને ઘુમા જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. થલતેજ વિસ્તારમાં હાલમાં એક જ સ્માશન છે.
મોટી રાહત થશેઃ વધતી જતી વસ્તીને ધ્યાને લેતા નવા સ્મશાનની જરૂરિયાત હતી. જે હવે શિલજ વિસ્તારમાં પૂરી કરવામાં આવી છે. જેમાં બે CNG, ચાર લાકડાની ભઠ્ઠી મૂકવામાં આવી છે. આ સાથે વેઈટિંગ એરિયા, પાર્કિંગની જગ્યા, પેવેલિયન તથા અસ્થિ ક્લેક્શન રૂમ, સોલાર જેવી સુવિધાઓ છે. અહીં એક રજીસ્ટ્રેશન ઓફિસ પણ બનાવવામાં આવી છે.