Jamnagar: PMJAYમાં ગેરરીતિ આચરતી JCC હોસ્પિટલ સામે એક્શન, ડૉ. પાર્શ્વ વોરા સસ્પેન્ડ
જામનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAYમાં ગેરરીતિને લઈને કાંડ ઉઘાડો પડ્યા બાદ જામનગરની JCC હોસ્પિટલમાંથી PMJAYમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. JCC હાર્ટ હોસ્પિટલમાં 53 જેટલા કેસમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર થઈ હોવાનું સામે આવ્યું છે. જેની સામે આરોગ્ય વિભાગ એક્શન લઈને JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYની યાદીમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે ડૉ. પાર્શ્વ વોરાને તાત્કાલિક […]
