મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કંગાળ પ્રદર્શન કર્યું અને મેચ હારી હતી. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ ટેસ્ટમેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું.એક પણ બેટર હાફ સેન્ચુરી પણ બનાવી શક્યો ન હતો. આ સમગ્ર મુદ્દાને લઈને સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું એવું માનવું છે કે, ડોમેસ્ટિક ક્રિકેટમાં અનુભવની કમી વર્તાય છે. તેનું આ પરિણામ છે. અજીત અગરકરના સિલેક્ટર્સ તરીકે પસંદ થયેલી ટીમમાં એ ખેલાડીઓને પ્રાથમિકતા આપવી જોઈએ જેને ઈડનગાર્ડનની પિચ પર સ્પિનર્સ તરીકે પર્ફોમ કરતા ફાવતુ હોય.
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં પરાસ્ત
સાઉથ આફ્રિકા સામે થયેલી હારથી હવે એવી એક આશા છે કે, કોચ અને સિલેક્ટરની આંખો ખુલી હશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. રન બનાવી શકતા ખેલાડીઓ પર ધ્યાન આપવું જોઈએ. ડોમેસ્ટિક પિચ પર રન બનાવનારા માને છે કે, સ્પીનરનો બોલ ક્યાં પડશે અને કઈ દિશામાં શોટ મારવાનો છે. ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય પીચનો અનુભવ ધરાવે છે, એમાં વ્યસ્ત છે ડોસ્મેસ્ટિક પીચનો એમને કોઈ અનુભવ નથી.
ડોમેસ્ટિક ગ્રાઉન્ડનો અનુભવ નથી
ગાવસ્કરનું માનવું છે કે, સાઉથ આફ્રિકા સામે રમવા માટે પસંદ કરેલી ટીમ માટે ચેલેન્જ ડોમેસ્ટિક ગ્રાઉન્ડના અનુભવની હતી. એટલું જ નહીં એમનામાં ધૈર્યની પણ કમી જોવા મળી હતી. ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીએ દૂરનું વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. ગૌતમ ગંભીરે ઓલરાઉન્ડરથી મુવઓન થવાની જરૂર છે. ભારતે ટેસ્ટ ક્રિકેટ અને લિમિટેડ ઓવરના ઓલરાઉન્ડર વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે.