અમદાવાદઃ ઈમરાન હાશમી અને યામી ગૌતમની ફિલ્મ હકનો વિષય સત્યઘટનાથી પ્રેરિત છે. વર્ષો પહેલા મહિલાઓના હક અને અધિકાર માટે સમાજની સામે બીડું ઉપાડનાર શાહબાનોનો કેસ ફિલ્મી પદડે જીવંત થયો છે. જોલી LLBનો કોટરૂમ ડ્રામા જોયા બાદ ગંભીર વિષયને લઈને ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા જોવા મળ્યો છે. જે તે સમયે સુપ્રીમ કોર્ટે મહિલાઓની તરફેણમાં ચૂકાદો જાહેર કરતા મહિલાઓને હકને લઈને થતી લડાઈ ફિલ્મનો મુખ્ય વિષય રહ્યો છે. મુસ્લિમ મહિલાઓને દેશના બંધારણ અંતર્ગત આવતા અધિકારની કહાની લઈને આવે છે હક. ફિલ્મનો વિષય દમદાર છે અને ઈમરાન-યામીની જોડી પણ એકબીજાને એક્ટિંગને લઈને ટક્કર મારે એવી છે.
પ્રેઝન્ટેશનમાં ઉણપ
ફિલ્મની સ્ટોરી અહમદ ખાન અને શાઝિયા બાનોને કેન્દ્રમાં રાખીને ફરે છે.લગ્ન અને સંતાન સુધી પહોંચેલા સાંસારિક જીવનમાં જ્યારે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે ફાટા પડે છે. અહમદની પ્રેમીકા એટલે વર્તિકાસિંહ. એના પતિનું મૃત્યું થાય છે એ સમયથી બાજી બગડે છે. જે એમની પહેલી પ્રેમીકા હતી. ત્રણ સંતાનોની માતા અને પિતા વચ્ચે તિરાડ શરૂ થાય છે. જે બન્નેને કોર્ટરૂમ સુધી ઢસડી જાય છે. સ્ટોરીમાં ટ્વિટ ત્યારે આવે છે જ્યારે સાયરા એક સરપ્રાઈઝ આપે છે. અહમદ સાયરા નિકાહ કરી લે છે પણ શાઝિયાને આ અંગે કોઈ જાણકારી આપવામાં આવતી નથી. જ્યારે શાઝિયાને ખબર પડે છે ત્યારે મોટું ભંગાણ પડે છે. રેશુનાથે સમગ્ર સ્ટોરી લખી છે પણ સંવાદ હજું દમદાર બની શકે એમ હતા. સ્ટાર્ટિંગ પ્રેમકથાથી થાય છે પણ એન્ડ વિચારતા કરી દે એવો છે.
મુશ્કેલી વધે છે
પરિસ્થિતિ ત્યાં સુધી વણસે છે કે, શાઝિયાનું ઘરમાં રહેવું મુશ્કેલ થઈ પડે છે. શાઝિયા આ સમયે પોતાનો અધિકાર અને હક માગે છે. જે લડાઈ કોર્ટરૂમ સુધી પહોંચે છે. તલાક આપીને છેડો ફાડવામાં આવે છે ત્યારે ધર્મનો મુદ્દો ચર્ચામાં આવે છે. કોર્ટ દરેક મુદ્દાને ધ્યાને લઈને પોતાનો ચૂકાદો આપે છે. પણ જે બારિકાઈથી સ્ટોરી ચાલે છે એ જોવાની પણ અલગ મજા છે. લાંબી ચર્ચા-વિચારણા અને તર્ક બાદ સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચે છે. વસ્તુ એ બને છે કે, વિષય એ જ રહે છે પણ ક્યાંય ફિલ્મ ઢીલી પડી જાય છે. વિષયાંતર થતું નથી પણ રજૂઆત ક્યાંક ઓછી પડે છે. દર્દભરી કહાનીમાં મુદ્દો છેક સુધી એ જ રહે છે પણ હજું થોડું હોમવર્ક થયું હોત તો ફિલ્મ હજુ પણ રસપ્રદ બની શકે એમ હતી.