અમદાવાદઃ આજે મંગળવાર. તા 18 નવેમ્બર 2025. આજના દિવસે ચંદ્ર ગોચર સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં રહેશે. નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. વશ્ચિક રાશિમાં રાજયોગ બની શકે છે. દૈનિક રાશિફળ ગ્રહ નક્ષત્રની ચાલ પર આધારિત હોય છે.
મેષ
મેષ રાશિના લોકો સ્વભાવે ઉત્સાહી હોય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આજના દિવસે માતા સાથે કોઈ વાતને લઈ અસહમતી બની શકે છે. આપના મનમાં જે આવે એ કરવાથી માતાને કોઈ વિષયને લઈ ઠેસ પહોંચી શકે છે. વ્યર્થ વિષય પર બોલવાનું ટાળજો.જરૂરી ડૉક્યુમેન્ટ પર પૂરતું ઘ્યાન આપજો. વિચાર્યા વગર પગલાં લેવાથી ખર્ચો વધી શકે છે. કામને લઈને નવા-નવા આઈડિયા આવી શકે જે આપના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. બેંકિગને લગતા કામ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ
વૃષભ રાશિના લોકો સ્વભાવે ધૈર્યવાન હોય છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આજનો દિવસ આખો મોજ-મસ્તીથી ભરેલો રહેશે. આપનું સંતાન આપની અપેક્ષા પ્રમાણે વર્તશે. અગાઉ આપેલી કોઈ પરીક્ષાનું ઉત્તમ પરિણામ આવી શકે છે. નોકરી શોધતા લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને મિલકતને લગતા કોઈ કામ અચાનક આવી શકે છે. જેનો લાભ મળી શકે છે. પ્રગતિ થશે પણ કોઈ સાથે ભાગીદારી સમજી વિચારીને કરજો.
મિથુન
આ રાશિના લોકો સ્વભાવે જીજ્ઞાસુ હોય છે. આજના દિવસે નિર્ણય લેવાની ક્ષમતા સશક્ત થશે. પ્રેમ અને સહયોગ મળી રહેશે.મિત્રો તેમજ ભાઈ-બહેનો સાથે કોઈ પાર્ટીને લઈને કોઈ યોજના બની શકે છે. કાયદાકીય મામલે ચિંતા દૂર થશે પણ અજાણ્યા વ્યક્તિની વાત પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. આપની વાણી, સૌમ્યતા અને ધીરજ માન-સન્માન અપાવી શકે છે. પણ વારંવાર ક્રોધ કરવો પરિવારજનોને નારાજ કરી શકે છે.
કર્ક
કર્ક રાશિના લોકો સ્વભાવે ભાવુક હોય છે. આજનો દિવસ આપના માટે સામાન્ય રહેશે. સંતાનો આપની અપેક્ષા પર ખરા ઊતરી શકે. વ્યાપાર ક્ષેત્રે અગાઉ કરતા પ્રગતિ સારી થઈ શકે. જે તમને ખુશ કરી શકે છે. પરિવારજનોમાં પિતાની તબિયતમાં ગડબડ થઈ શકે છે. સંબંધીઓ તરફથી કોઈ નિરાશાજનક વાત આવી શકે છે. આવું થાય તો સંયમ બનાવી રાખજો અને શાંતિ રાખજો. જો કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને મદદ કરવામાં આવે તો એનું રીટર્ન સારૂ મળી શકે છે.
સિંહ
આ રાશિના લોકો સ્વભાવે આત્મવિશ્વાસું હોય છે. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે માનસિક શાંતિ વાળો હોય છે. મિલકતમાં રોકાણ હશે તો ફાયદો થવાની શક્યતા વધારે છે. મન પ્રફુલ્લિત રહેશે. શારીરિક સમસ્યાને લઈને કોઈ મુશ્કેલી પડી શકે છે. નવા લોકો સાથે મેળાપ થઈ શકે જેથી રાજકીય દિશામાં કરિયર બનાવવું હોય તો આજના દિવસે શુભ શરૂઆત કરી શકાય છે.
કન્યા
કન્યા રાશિના લોકો સ્વભાવે મહેનતું હોય છે. આજનો દિવસ આપના માટે મોજ-મસ્તીથી ભરેલો હોઈ શકે છે. આજના દિવસે મહત્ત્વના કામને તમે આવતીકાલ પર મૂકો એવું બની શકે છે. જે આપની મુશ્કેલી વધારી શકે છે. બને ત્યાં સુધી આજના કામને કાલ પર સેટ ન કરશો. પરિવારમાં જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે જેનાથી મન ખુશ થશે અને ક્ષણ આનંદમયી બની રહેશે. ભાઈ-બહેનોમાં એમની લાગણીઓનું સન્માન કરજો જેથી તેઓ પણ આપની સાથે લાગણીના તાંતણે બંધાશે.જે કોઈ વાત અગાઉની ખરાબ લાગી હોય તો દિલ ખોલીને એમની સાથે શાંતિથી વાત કરજો, ઉકેલ આવી જશે.
તુલા
તુલા રાશિના લોકોનો સ્વભાવ બેલેન્સડ હોય છે. તેઓ ઝડપથી કોઈ વિષયને લઈને તરફેણ કરતા નથી. આપની પાસે કોઈ એવી જરૂરી જાણકારી હોય તો શેર કરવામાં ધ્યાન રાખજો. કામને લઈને થોડી સ્ટ્રિક્ટનેસ બતાવી પડશે તો જ નિર્ધારિત કામ સમયસર પૂર્ણ થશે. કામને લઈને આપની કોઈ ભૂલ થઈ શકે છે એટલે કામને લઈ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જેથી સાથી કર્મચારી કે બોસ નારાજ ન થાય. કોઈ રીનોવેશનના કામને લઈ વિચાર હોય તો આજનો દિવસ શરૂઆત કરવા માટે બેસ્ટ છે.
વૃશ્ચિક
આ રાશિના લોકો સ્વભાવે રહસ્યમય હોય છે. આજના દિવસે ધન-ધાન્યમાં વૃદ્ધિ થઈ શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્નને લઈ વિધ્ન હોય તો તેને સાથે બેસીને દૂર કરી શકાશે. એ માટે આજનો દિવસ શુભ અને યોગ્ય છે. ખાણીપીણીને લઈને કોઈ પ્રકારની બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે. શરીરમાં કોઈ જૂની કોઈ બીમારી ઉથલો મારી શકે. જીવનશૈલીમાં સુધારો કરવા માટેનો આજનો બેસ્ટ દિવસ છે. શેરમાર્કેટ અને લોટરીમાં પૈસાનું રોકાણ કરનારા માટે આજનો દિવસ યોગ્ય છે. નસીબનો સાથ મળી શકે.
ધન
ધન રાશિના લોકો સ્વભાવે દયાળું હોય છે. ધન-ધાન્યને લઈને આજે સારા સમાચાર આવી શકે. પરિવારજનોમાં પિતાની ભાવનાને સમજવાનો પ્રયાસ કરજો અને સન્માન કરજો. કામને લઈને કોઈ સારી સલાહ આપે તો અવશ્ય એને ફોલો કરવા જેવી છે. ખાણી-પીણીમાં બેદરકારી રાખવી ભારી પડી શકે છે. સમયસર ડીનર કે લંચ ન લેવાથી પેટની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારમાં નવા કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. જેથી ઘરનો માહોલ ખુશનુમા બની શકે. સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા લોકો માટે સારા સમાચાર મળી શકે.
મકર
આ રાશિના લોકો સ્વભાવે શિસ્તપ્રિય હોય છે. સેવાના કાર્યમાં વધારો થઈ શકે છે જે આપનો ઉત્સાહ વધારી શકે છે. આસપાસમાં થતી લડાઈ ઝઘડાથી બચીને રહેજો. સમાજમાં નામ મળી શકે. જે આપની છબીને સુધારી શકે છે. સારા કાર્યમાં જનસમર્થન પણ મળી શકે છે. સંતાનના સ્વભાવને લઈને થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. અજાણ્યા લોકોથી અંતર રાખજો જે આપને લોભાવવા માટે પ્રયાસ કરી શકે છે.
કુંભ
નવી નોકરી મળી હશે તો મન પ્રફુલ્લિત રહેશે. આજના દિવસે પરિવારમાંથી ભાઈ અને બહેનનો પૂરતો ટેકો મળી રહેશે. મુખ્ય આવકના સ્ત્રોત સિવાય પણ અન્ય રસ્તેથી કમાણી કરવાનો વિચાર હોય તો સાઈડ ઈન્કમ મળવાની સંભાવના છે. જે આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે. આજના દિવસે કોઈનું વાહન માગીને ચલાવશો નહીં. જે અકસ્માતને કારણે ખર્ચો વધારી શકે છે. અચાનક યાત્રાએ નીકળવાનું થાય એવું પણ બની શકે છે.
મીન
આ રાશિના લોકો સ્વભાવે સંવેદનશીલ હોય છે. આજનો દિવસ આપના માટે ઉત્તમ રહેવાનો છે. પણ અજાણ્યા લોકો પર કોઈ રીતે ભરોસો ન કરતા. પરિવારમાં જીવનસાથી સાથે કોઈ બોલાચાલી થાય તો સંયમ રાખજો. માતાની તબિયમાં ગડબડ થતા દોડધામ થઈ શકે છે. નોકરીમાં સોંપવામાં આવતા કામને લઈને કોઈ બેદરકારી કે વિલંબ ભારી પડી શકે. સહયોગી સાથે કોઈ વિષયને લઈને ખટપટ થઈ શકે.