મુંબઈઃ પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી ભારતમાં છે. એસ.એસ. રાજામૌલીની વારાણસી ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરી રહી છે. ઈન્ડિયામાં આવતા જ કામ ખતમ કરીને એક્ટ્રેસે પોતાના કેટલાક દોસ્તો સાથે ગોવાની ટ્રિપ પ્લાન કરી હતી. જેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસીવર પરથી કહી શકાય કે, ગોવાની સિનેટિક બ્યૂટીનો આનંદ લઈ રહી છે. જોકે, એમની ફૂડ ડીશ ચર્ચાનો વિષય બની છે. જેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકાએ આ તમામ ફોટોઝ શેર કરતા લખ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ જે શહેર પસંદ છે એ ગોવા છે. આ ગોવામાં કેટલીક આરામની ક્ષણ.
બેમિસાલ ગોવા
ઈન્સ્ટાગ્રામની પોસ્ટના કેપ્શનમાં બેમિસાલ ગોવા લખીને ગોવાની બ્યૂટી બતાવી હતી. ગોવાની મહેમાન નવાઝી, લોકો, ખાન-પાન કે કલ્ચર બધુ બેસ્ટ છે. આ શહેર એ તમામ વસ્તુઓ બની શકે જે તમને જોઈએ છે. જોકે, વેકેશન ટ્રિપ દરમિયાન તેમણે કેરમ રમવાનો અનુભવ પણ શેર કર્યો છે. ગોવામાં પણ જૂની અને નવી કેટલીક જગ્યાઓ જે મારી ફેવરીટ છે પણ એના માટે સમય ઓછો હતો. ગોવા વેકેશનની 20 તસીવર એણે શેર કરી છે. ફિલ્મી કરિયરની વાત કરીએ તો હવે તે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહી છે. તેલુગુ ફિલ્મના પ્રોજેક્ટમાંથી થોડો સમય કાઢીને ગોવામાં વેકેશન એન્જોય કર્યું હતું.
View this post on Instagram
ફૂડ ડીશ ચર્ચામાં
ગોવાથી શેર કરેલા ફોટોમાં પ્રિયંકાએ જે ફૂડ ડીશનો ફોટો શેર કર્યો એ ચર્ચામાં છે. જેમાં કેટલાક શંખ રાખવામાં આવ્યા છે. ફેન્સ એમની પોસ્ટ પર સવાલ કોમેન્ટ રૂપે પૂછી રહ્યા છે કે, આવું તમે ખાઈ રહ્યા છો? આ ફોટોમાં જૂના જમાનાના ટીવી સેટથી ઘણા ફેન્સને આશ્ચર્ય થયું છે. માત્ર ટીવી જ નહીં ટેપ રેકોર્ડર પણ જોવા મળ્યા છે. જ્યારે બીજી એક તસવીરમાં તે તળાવ પાસે માછલીઓ નિહાળી રહી છે. વારાણસી ફિલ્મથી તે ફરીવાર ફિલ્મી પદડે કમબેક કરી રહી છે. હૈદરાબાદથી આ ફિલ્મનું ટીઝર લૉંચ કરવામાં આવ્યું હતું.આ બિગ બજેટ ફિલ્મ કેટલી હીટ જશે એ જોવાનું છે.