મુંબઈઃ પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ત્યાં 19 નવેમ્બરના રોજ બેબી બોયનો જન્મ થયો હતો. દિવાળીના એક દિવસ પહેલા કપલના ઘરે નવું મહેમાન આવતા દિવાળી અને નવા મહેમાન એમ ડબલ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. એક મહિના પછી કપલ્સે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને નવા મહેમાનનું નામ જાહેર કર્યું હતું. એટલું જ નહીં બન્ને નવા મહેમાનના પગ પર કિસ કરી રહ્યા છે એવો ફોટો પણ મૂક્યો છે. પરિણિતી અને રાઘવે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો.
ત્રણેયના હાથનો પોઝ
પરિણિતી અને રાઘવે બાળકના પગ પાસે હાથનો પોઝ આપીને ફોટો ક્લિક કર્યો હતો. જોકે, એક પણ ફોટોમાં દીકરાનો ચહેરો દેખાતો નથી. કપલ્સે દીકરાનું નામ નીર રાખ્યું છે. પરિણિતીના ફિલ્મની કરિયરની વાત કરવામાં આવે તો નેટફ્લિક્સ પર આવી રહેલી કોઈ સીરિઝમાં તે જોવા મળી શકે છે. આ સીરિઝથી તે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. આ સીરિઝમાં એમની સાથે સોની રાઝદાન, તાહિર રાજ ભસીન, અનુપ સોની, હરલીન સેઠી, જેનિફર વિંગેટ, ચૈતન્ય ચૌધરી, સુમિત વ્યાસ તથા અન્ય કલાકારો સામિલ છે.
કેપ્શમાં અભિવ્યક્તિ
કપલ્સે કરેલી પોસ્ટમાં નીર નામ પછી પ્યોર, ડિવાઈન અને લિમિટલેસ એમ લખ્યું છે. આ સંસ્કૃતનો એક શ્લોક અંગ્રેજીમાં લખ્યો છે.જલસ્ય રૂપમ, પ્રેમસ્ય સ્વરૂપમ્, તત્ર એવ નીર એવું લખ્યું છે. ચાહકોએ કોમેન્ટ કરીને નવા મહેમાનની અઢળક શુભેચ્છા પાઠવી છે.