મોરબીઃ મોરબી તાલુકા પંથકમાં થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા કોર્ટે ફટકારી છે. પોક્સો કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપીને સજા સાથે દંડ ફટકાર્યો છે. પીડિતાને ₹6.35 લાખનું વળતર ચૂક્તે કરવા આદેશ આપ્યો છે. એપ્રિલ 2023માં લગ્નની લાલચ આપીને તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદે દુષ્કર્મ કરી જીવતર ઝેર કર્યું હતું. આ કેસમાં તરૂણીના પિતાએ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોક્સો કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો
આ કેસમાં મોરબીની પોક્સો કોર્ટમાં જજ કમલભાઈ રસીકભાઈ પંડ્યાએ આરોપીને દોષિત જાહેર કરી જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.આ સાથે ₹35000નો દંડ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ એન. ડી. કારીયાએ ધારદાર દલીલ રજૂ કરતા અનેક પૂરાવાઓ મળ્યા હતા.