અમદાવાદઃ આ વર્ષે તિથિઓની વધ-ઘટને કારણે બે દિવસ અમાસની તિથિ મનાવવામાં આવી રહી છે. આ દિવસે સ્નાન અને દાનનું મોટું મહત્ત્વ છે. પંચાગ અનુસાર આ વર્ષે માગશર મહિનાની અમાસ તા. 20 નવેમ્બરના રોજ આવી રહી છે. જે તા.19 નવેમ્બરના રોજ રાત્રે 9.43 વાગ્યે શરૂ થઈ જશે. અમાસની તિથિ તા. 20 નવેમ્બરના રોજ બપોરે 12.16 વાગ્યે સમાપ્ત થઈ જશે.
સ્નાન અને દાનનું મહત્ત્વ
સ્નાન અને દાન કરવાનો સમય સવારે 6.48 વાગ્યાનો શ્રેષ્ઠ છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટેના ઉપાય માટે પણ ઉપાસના કરવામાં આવે છે. પિતૃ તર્પણ માટે પણ આ દિવસને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃ ખુશ થાય છે અને સારા આશીર્વાદ આપે છે. એટલા માટે અમાસના દિવસે પિતૃ તર્પણ અને દાન સૌથી શુભ માનવામાં આવે છે.
પિતૃઓ માટેની તિથિ
અમાસને પિતૃઓ માટેની તિથિ પણ માનવામાં આવે છે. આ દિવસે પ્રભુ વિષ્ણું અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અમાસના દિવસે સૌથી શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે શ્રી મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. દિવસની એક માળા તો અવશ્ય કરવી જોઈએ. આનાથી ધનપ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે સ્નાન કરીને દાન કરવામાં આવે છે. અમાસના દિવસે સાંજે ધૂળમાં ઘીનો દીવો કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
અમાસ પહેલા સાફ-સફાઈ
અમાસ પહેલા ઘરમાં સાફ-સફાઈ રાખવી જોઈએ. તળાવમાં માછલીઓને લોટની ગોળી ખવડાવી જોઈએ. માત્ર પૈસાથી જ નહીં પણ અનાજ, ધાન, પગરખા, કપડાં દાન કરવા જોઈએ. ગાયને ચારો નાખવો જોઈએ.