મુંબઈઃ આદિત્ય ધારની આવનારી ફિલ્મ ધુરંધરનું ટ્રેલર દર્શકોને પસંદ પડી રહ્યું છે. ફિલ્મમાં રણવીરસિંહ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. અક્ષય ખન્નાના પાત્રની સાથે આર. માધવનનું પાત્ર ચર્ચાય રહ્યું છે. ખાસ કરીને એના લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આર. માધવન આ ફિલ્મમાં અજીત ડોભાલના લૂકમાં જોવા મળશે જોકે, આ લૂક માટે તૈયાર થતા એમને ચાર કલાકનો સમય લાગ્યો હતો. અજિત ડોભાલનું પાત્ર ફિલ્મમાં કેવું છે એ તો ફિલ્મ રીલિઝ થયા બાદ ખ્યાલ આવશે. દર્શકો આર. માધવનના બદલતા અવતારથી ચોંકી ગયા છે. વશ ફિલ્મમાં વિલનનું પાત્ર અદા કર્યા બાદ હવે જવાબદાર અધિકારી તરીકે સિનેસ્ક્રિન પર જોવા મળશે.
સ્ટોરી ગમી ગઈ
માધવને પોતાની વાત કરતા કહ્યું હતું કે, આદિત્ય એ સમયે મને સ્ટોરી સંભળાવી જ્યારે હું એક બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો. બીજા એક ફિલ્મ પ્રોજેક્ટના શૂટમાં વ્યસ્ત એ સમયે આદિત્ય મારી પાસે આવ્યા અને સ્ટોરી અંગે વાત કરી હતી. એ સ્ટોરી ધુરંધરની હતી. સ્ટોરી સાંભળી ત્યારે જ મનમાં થયું કે, આ માણસ અત્યાર સુધી ક્યાં હતો. મને ઘણી ઐતિહાસિક ફિલ્મો બનાવી છે પણ આ ફિલ્મ બીજી બધી ફિલ્મ કરતા ઘણી રીતે અલગ થવાની છે.

ચાર કલાક લાગ્યા
જ્યારે ધુરંધરનો લૂક ટેસ્ટ કરી રહ્યા હતા એ સમયે ચાર કલાક તૈયાર થવામાં લાગ્યા હતા. કારણ કે, કોઈને કોઈ અભાવ લાગી રહ્યો હતો. જેના કારણે ખાસ કોઈ પર્ફેક્શન આવતું ન હતું. પછી આદિત્યએ કહ્યું કે, તારે તારા હોઠ થોડા પાતળા કરવા જોઈએ પછી લૂક પર્ફેક્ટ લાગ્યો હતો. ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે, આ ફિલ્મની સ્ટોરી સત્યધટનાથી પ્રેરિત છે. ભારત-પાકિસ્તાનના તણાવભર્યા માહોલને સ્ક્રિન પર દર્શાવાયો છે. રણવીરસિંહ એક અંડરકવર જાસુસના રોલમાં જોવા મળ્યો છે. જોકે, એનો લૂક પણ દમદાર જોવા મળ્યો છે. ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે, ફિલ્મ એક્શનથી ભરપૂર છે. રણવીરસિંહના ફિલ્મી કરિયરની સૌથી હિંસક ભૂમિકા આ ફિલ્મમાં હોઈ શકે છે. ફિલ્મ બે ભાગમાં આવી શકે છે. બીજોભાગ આવતા વર્ષે રીલિઝ થઈ શકે છે.