જૂનાગઢઃ જૂનાગઢની વોકિંગ ક્લબ દ્વારા કેન્દ્ર સરકારના ફીટ ઈન્ડિયા અભિયાનને ટેકો આપવાના હેતુંથી તા.22 ડિસેમ્બરના રોજ જૂનાગઢથી જામવાળા સુધી 105 કિમીની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિટનેસ અંગે જાગૃતિ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ અંગે સંસ્થા કલ્પેશભાઈ હિંડોચા જણાવે છે કે, આ યાત્રાનો હેતું સ્પર્ધાનો નથી. લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો હેતું છે. કિલોમીટર દીઠ જરૂરિયાત વાળી વ્યક્તિને સંસ્થા આર્થિક રીતે મદદ કરશે.
ખાસ તકેદારી રખાશેઃ આ સાયક્લોથોનમાં જોડાનારા રાઈડર્સને સંસ્થા તરફથી ટીશર્ટ અને રાઈડિંગ દરમિયાન તબીબી સહાય આપવામાં આવશે. ભોજન તથા અવરજવરની પણ તકેદારી રાખવામાં આવશે. આ સાયક્લોથોનમાં જૂનાગઢ સિવાય પણ અમદાવાદ, જામનગર, રાજકોટ, ભાવનગર તથા ભરૂચના રાઈડર્સ ભાગ લેશે.આ માટે રાઈડર્સે રજીસ્ટ્રેશન કરાવવાનું પણ ચાલું કરી દીધું છે. રસ ધરાવતા રાઈડર્સે તા.20 નવેમ્બર સુધીમાં નામ નોંધાવી દેવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ સિવાય ડૉ. કે.પી.ગઢવી-9898054975નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.