મુંબઈઃ અરશદ વારસી અને અક્ષય કુમારની ફિલ્મ જૉલી LLB-3 એકસાથે બે OTT પ્લેટફોર્મ પર આવશે. કોર્ટરૂમ ડ્રામા ફિલ્મે સિને પદડે સફળતા મેળવ્યા બાદ હવે નાના ડિવાઈસ પર જોવી શક્ય બની રહેશે. બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યા બાદ થિએટર્સમાં જોવાનું ચૂક્યા હોય એવા લોકો માટે આ ફિલ્મ OTT પર રીલિઝ કરવામાં આવશે. મેકર્સે આ માટેની તારીખ પણ નક્કી કરી દીધી છે. જૉલી LLB સીરિઝ ફિલ્મનો આ ત્રીજોભાગ છે. આ જ ફિલ્મે ₹100 કરોડથી વધારેની કમાણી કરી છે.
કલાકારોની બેસ્ટ અક્ટિંગઃ અક્ષય કુમાર, અરશદ વારસી, હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવની બેસ્ટ એક્ટિંગ જોવા મળી છે. કટાક્ષ સાથે રમૂજની બેસ્ટ રજૂઆત થઈ છે. ફિલ્મમાં બે જોલી વચ્ચેનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જગદીશ ત્યાગી અને જગદીશ્વર મિશ્રા વચ્ચેની બેસ્ટ સ્ક્રિપ્ટની વાત અહીં છે. અગાઉ પણ અક્ષય કુમારે જાહેર કર્યું હતું કે,અરશદ સાથે કામ કરીને મજા આવી.એની સાથે કામ કરવામાં એક અલગ આનંદ આવ્યો છે. જોકે, આ ફિલ્મ 14 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ પર આવી રહી છે. આ પાર્ટની સ્ટોરીમાં વકીલો મુખ્ય છે. જેને ભેગા કરવાનું થાય છે. મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
કંડિશન એપ્લાયઃ આ ફિલ્મ પ્રીમિયમ સેગમેન્ટમાં રીલિઝ કરવામાં આવશે. ફિલ્મ જોવી હશે તો જીઓ હોટસ્ટાર અને નેટફ્લિક્સનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન જોઈશે. પ્રીમિયમ નહીં હોય તો આ ફિલ્મ નિહાળવી મુશ્કેલ થશે. મેકર્સે ફિલ્મને પ્રીમિયમ સેગમેન્ટમાં મૂકીને પ્લેટફોર્મ સાથે પોતાની રકમ પણ નક્કી કરી લીધી છે.