ડેસ્કઃ દરેક શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામીન તથા મિનરલ્સની જરૂર હોય છે. યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. મોટાભાગના યુવાનો જીમ જોઈન કરીને ફીટ થઈ રહ્યા છે. હાઈપ્રોટીન ડાયેટ અને પ્રોટીન શેક પી રહ્યા છે. પણ દરેક શરીર માટે આ વસ્તુ જરૂરી નથી. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે, શરીરને આખરે કેટલું પ્રોટીન જોઈએ. વધારે પડતું પ્રોટીન પણ હાનિકારક છે. તબીબો કહે છે કે, પ્રોટીન શરીરના મસલ્સ માટે જરૂરી છે.
ઓવરડોઝને કારણે શરીરને નુકસાન
પ્રોટીનના ઓવરડોઝને કારણે શરીરને મોટું નુકસાન થાય છે. ચોક્કસ માત્રાથી વધારે પ્રોટીનની જરૂર શરીરને હોતી નથી. આ નિશ્ચિત માત્રાથી વધુ પ્રમાણમાં પ્રોટીન લેવામાં આવે તો શરીરને નુકસાન થાય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ એકાએક વધવા લાગે છે. વધુ પ્રમાણમાં પ્રોટીન શરીરમાં હોય તો તે યુરીનમાં કન્વર્ટ થાય છે. જે યુરીન આગળ જતા યુરિક એસિડ બને છે. સામાન્ય રીતે યુરિક એસિડ યુરિન વાટે બહાર નીકળે છે.
પ્રોટીનથી મુશ્કેલી વધી શકે
શરીરમાં વધુ માત્રામાં પ્રોટીન જમા થાય ત્યારે યુરિક એસિડ એટલી ઝડપથી યુરિન વાટે બહાર આવતું નથી. જે શરીરમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. સવારે ઊઠતી વખતે પગમાં દુખાવો થાય અને ઘુટણમાં દુખાવો થાય ત્યારે સમજવું કે શરીરમાં યુરિક એસિડ વધ્યું છે. શરીરના સાંધામાં દુખાવો શરૂ થાય અને લાંબા સમય સુધી રહે તો યુરિક એસિડ જવાબદાર હોઈ શકે છે. પગની આંગળીઓમાં સવારે સોજા ચડવા એ સામાન્ય લક્ષણ છે. હાઈપ્રોટીન ડાયટ લેતા હોવ તો એને બંધ કરીને યુરિક એસિડની માત્રાને બેલેન્સ કરી શકાય છે.