અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં નવા નવા ઉમેરાતા વિષયોથી એક વૈવિધ્ય પીરસાયું છે. એક્શનની સાથે આધ્યાત્મિક ફિલ્મો છતાં રીયાલિટીને ટચ કરી જાય એવી રજૂઆત લોકોને પસંદ પડી રહી છે. ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રી નવા સિદ્ધિના સોપાનો લખી રહી છે. બોલિવૂડમાં મોટા બજેટની ફિલ્મો કરોડોની કમાણી કરી રહી છે એ માહોલ વચ્ચે ‘લાલો’ ફિલ્મ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ‘લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ રેકોર્ડ બનાવી રહી છે.
1800થી વધારે શૉ
દિવાળીના તહેવારના દિવસોમાં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો છેક સુધી દર્શકોને બેસાડી રાખે છે. શરૂઆતમાં ફિલ્મને ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો પરંતુ, એ પછી ફિલ્મે બોક્સ ઓફિસ પર રફ્તાર પકડી હતી. સાદીને સરળ ભાષા અને દમદાર એક્ટિંગના દમ પર ફિલ્મે લોકોના હ્રદય પર સ્થાન કાયમ કર્યું. એક મહિનામાં ફિલ્મને 1800થી વધારે શૉ મળતા દર્શકોમાં એક રાજીપો છે. સતત 42 દિવસ સુધી થિયેટર્સમાં હાઉસફૂલ શૉ જતા ગુજરાતી ફિલ્મે સફળતાનો માઈલસ્ટોન સ્થાપિત કરી દીધો છે.
₹50 કરોડથી વધુનું ક્લેક્શન
લાલો ફિલ્મે ટૂંક જ સમયમાં ₹50 કરોડથી વધુનું ક્લેક્શન કરી લીધું હતું.નિર્માણ ખર્ચ કરતા ફિલ્મે સારી એવી કમાણી કરી લેતા ફિલ્મની સફળતાની ગાથા હવે દર્શકો ગાઈ રહ્યા છે. અંકિત સખિયાની સમગ્ર ટીમને જોરદાર કામ કર્યું છે. એક્ટર કરણ જોશી (લાલો), સુહૃદ ગૌસ્વામી (શ્રીકૃષ્ણ) અને એક્ટ્રેસ રીવા રાચ્છ (તુલસી)નો શ્રેષ્ઠ અભિનય લોકોની આંખ ભીની કરી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ તૈયાર થાય એ પહેલા જ એમનું નામ લાલો રાખવાનું નક્કી હતું. જૂનાગઢ પ્રત્યેનો પ્રેમ છે એટલે જ ફિલ્મમાં જૂનાગઢ છે. પ્રભુની કૃપા વગર આ ફિલ્મ ન બની શકે, ફિલ્મ માટે તો અમે માત્ર નિમિત છીએ