અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હડકંપ મચે એવી રાજકારણમાં વાતો વહેતી થઈ છે. પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચીરાગ પટેલે કરેલી ફેસબુક પોસ્ટથી ફરીવાર આ મુખ્યમંત્રીનો મુદ્દો ચર્ચામાં છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ વખતે પાટીદાર નવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે લાવવાની કરવાની ચર્ચા હતી પરંતુ, CM તરીકે ભૂપેન્દ્ર પટેલ યથવાત રહેતા ડેપ્યુટી CM તરીકે હર્ષ સંઘવી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો.
મુખ્યમંત્રીની રેસમાં હતા ભાજપમાં રહેલા સિનિયર પાટીદાર નેતાઓ
મંડળના વિસ્તરણની વાત થતી હતી એ સમયે પણ અનુભવી અને રાજનીતિમાં સ્થાપિત પાટીદાર આગેવાનોના ચહેરા ચર્ચામાં રહ્યા હતા જોકે,મંત્રીમંડળના વિસ્તરણમાં એમને બીજા વિભાગો આપી દેવાતા એ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એકવખત પાટીદાર નેતા તરીકે પસંદગી કર્યા બાદ ઝડપથી એમાં ફેરફાર કરવાના મુદ્દો ઊઠી શકે એમ ન હતો. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી પાસે અગાઉ કરતા વધારે વિભાગો અને જવાબદારીઓ આપી દેવામાં આવી છે. યુવા ચહેરા તરીકે યોગ્ય પણ અનુભવનો દ્રષ્ટિકોણ ઓછો છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે, મંત્રી મંડળના વિસ્તરણ બાદ દાદાનો ભાર અને જવાબદારી બન્ને હળવા થયા છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈને મંત્રીમંડળનું વિસ્તરણ કરાયાનું સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીએ આંતરિક વિખવાદ ટાળવા અને બેલેન્સ જળવાઈ રહે એ માટે કેટલાક નિર્ણયો લીધા છે.
પોસ્ટથી અનેક પ્રકારની ચર્ચાઓ
પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચીરાગ પટેલે એમની ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું કે, ગુજરાત રાજ્યના ભાવિ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ)ને શુભેચ્છાઓ. રાજકીય દ્રષ્ટિકોણથી આના અર્થ કાઢી શકાય છે. હાલમાં હર્ષ સંઘવી પાસે ગૃહ ખાતા સિવાય મહત્ત્વના કહી શકાય એવા ખાતાઓ છે. એમની આ પોસ્ટથી રાજકીય તથા સામાજિક લોબીમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક ચર્ચા એવી પણ છે કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હોવા છતાં ખરેખર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની ઈચ્છા પ્રમાણે સરકાર ચાલી રહી હતી ખરી? બીજી વાત એવી પણ લોકમુખે ચર્ચામાં છે કે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ભલે રહ્યા પણ હર્ષ સંઘવી ખરા મંત્રી છે.