રાજકોટઃ દેશભરની સોની બજારમાં મંગળવારે સોનાના ભાવમાં ફરીએકવાર ઉછાળો આવ્યો હતો. જે પરિવારોમાં લગ્ન છે એવા પરિવારોમાં આ વાવડથી ચિંતા વ્યાપી છે. 60 ગ્રામ સોનાનો ભાવ ₹125,000 પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ ₹125,100 ટ્રેંડ કરી રહ્યો હતો. રાજકોટની સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ₹1900 ના ઉછાળા સાથે ₹128,200 પર ટ્રેંડ કરી રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં પ્રતિ કિલો ₹156,000 પર પહોંચ્યા હતા.
વિશ્લેષણોનો મતઃ માર્કેટના વિશ્લેષકોના મતે વૈશ્વિક માર્કેટમાં સોનાની તેજી પાછળ ફેડરિઝર્વ તરફથી વ્યાજ દરરોજ ઘટાડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ડૉલરમાં સોનાનો ભાવ 4100 ડૉલર પ્રતિ ઔસ પર ટ્રેંડ થતા એક અસર જોવા મળી હતી. વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા એમેરિકી સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. દેશભરમાં લગ્નની સીઝનનો પ્રારંભ થયો છે. એવામાં જે પરિવારોમાં લગ્ન છે એ પરિવારજનોને આ સોનું મોંઘુ પડી શકે છે. જોકે, જૂના ઘરેણાં સામે નવા રીનોવેટ કરાવવાનો ટ્રેંડ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોનાની બેસ્ટ ડીઝાઈન ધરાવતા ઘરેણાની માંગ વધી રહી છે.
સંખ્યા ઘટીઃ દિવાળીના તહેવાર બાદ સોનાની ખરીદી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવું સ્થાનિક માર્કેટમાંથી જાણવા મળ્યું છે. સોનાના ભાવમાં આવેલા ઉછાળાથી સોનામાં રોકાણ કરનારા કેટલાક લોકોના બજેટ પણ ખોરવાયા છે. ગ્રાહકોનું વલણ લગ્ન સીઝન શરૂ થતાં બદલાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. લગ્ન સિઝનને ધ્યાને લેતા ઘણા પરિવારો તૈયાર સેટ અને ડીઝાઈન પર પસંદગી ઊતારી રહ્યા છે. હવે સોનામાં કસ્ટમાઈઝડ વસ્તુનો ટ્રેંડ ઘટી રહ્યો છે. આ પાછળનું કારણ સોનીને ત્યાં વિશાળ ડીઝાઈનની રેંજ હોવાનું માનવામાં આવે છે.