બિઝનેસ ડેસ્કઃ અમેરિકામાં શટડાઉન ખતમ થઈ જતા સોના-ચાંદીના ભાવમાં એની અસર જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ગુરુવારથી છેલ્લે બે દિવસમાં ₹3000નો ભાવ વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે સવારે 9.40 વાગ્યે ₹789નો વધારો નોંધાયો હતો. સોનું પ્રતિ 10 ગ્રામના ₹127,254 સાથે અંકિત થયું હતું. શરૂઆતના કારોબારમાં ₹126,337 સુધી નીચું અને ₹127,271 સુધી ઉપર ગયું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનુંઃ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતમાં 4200 ડૉલર નોંધાઈ હતી. ડૉલરની કિંમતમાં ઘટાડો થતા સોનામાં ભાવ વધારાની અસર થઈ છે. ડૉલર ઈન્ડેક્સ 99.5 પોઈન્ટ પર ટ્રેંડ કરી રહ્યો હતો. અમેરિકામાં શટડાઉન ખતમ થતા એની એક અસર સોના ચાંદીના ભાવ પર થઈ હતી. હવે જે પરિવારમાં લગ્ન છે અને તેઓ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓને સોનું વધારે મોંઘુ પડશે. અમેરિકામાં છેલ્લા 43 દિવસથી શટડાઉન ચાલી રહ્યું હતું.
ચાંદીની કિંમત પણ વધીઃ ચાંદીની કિંમતમાં પણ ₹3000નો વધારો થયો છે. ₹3156ની તેજી સાથે ચાંદીની નવી કિંમત ₹165,247 સુધી પહોંચી હતી. ગત અઠવાડિયામાં ચાંદીની કિંમત ₹162,091 સુધી પહોંચી હતી.