ભાવનગરઃ ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પ્રભુદાસ તળાવ પાસે સવારના સમયે યુવતીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઊતારવામાં આવી હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો.પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે સોનીબેન નામની યુવતીના લગ્ન હતા, જે હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી છે.
પતિ ફરારઃ યુવતીની હત્યા એમના જ પતિ દ્વારા થઈ હોવાનું સામે આવ્યું છે. યુવક-યુવતી સંસાર શરૂ કરે પહેલા જ યુવકે પોતાની ભાવિ પત્નીને પતાવી દીધી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને ફરાર યુવકની તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળનું કારણ હજું સુધી સામે આવ્યું નથી. જોકે, પોલીસ યુવતીના માતા-પિતાની પૂછપરછ કરી રહી છે. લગ્નના દિવસે હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
DYSPનું નિવેદનઃ સમગ્ર ઘટનાને લઈ DYSP આર. આર. સિંઘાલાએ જણાવ્યું હતું કે, સોનીબેન નામની યુવતીની હત્યા થઈ છે. યુવતીના ઘરે સવારે એના જ ભાવિ પતિએ છરી મારીને યુવતીની હત્યા કરી છે. ફરાર આરોપી યુવકની તપાસ ચાલું છે. જેને ઝડપી લેવા માટે પોલીસ પગલાં લઈ રહી છે.