નવી દિલ્હીઃ લૉંરેન્સ બિશ્નોઈનું અમેરિકામાં ચાલતું નેટવર્ક તૂટ્યું છે. અમેરિકાએ લૉંરેન્સના ભાઈ અનમોલને ભારત ડીપોર્ટ કરી દીધો છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્લાનના માસ્ટરમાઈડ અનમોલ દિલ્હી પહોંચતા જ દિલ્હી પોલીસ અને NIAએ પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભારતમાં હતો એ સમયે તે નકલી પાસપોર્ટ પર વિદેશ ભાગી ગયો હતો. બાબા સિદ્દિકીની હત્યા, સિદ્ધુ મુસેવાલાની હત્યા અને સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગની ઘટનામાં તે આરોપી છે.
ગુનાખોરીનું નેટવર્ક ચાલતું હતું
નવી દિલ્હી આવ્યા બાદ પોલીસની ટીમ એને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં NIAએ રીમાન્ડ માગ્યા છે. વર્ષ 2022માં નકલી પાસપોર્ટ પર અમેરિકામાં છૂપાયેલો હતો. અમેરિકાએ એને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. જુદા જુદા 18 ગંભીર કેસમાં તે આરોપી પુરવાર થયો છે. અનમોલ બિશ્નોઈનું નેટવર્ક પોર્ટુગલ, ઈટાલી, અમેરિકા, બલ્ગેરિયા, તુર્કી અને દુબઈ સુધી ફેલાયેલું છે. એમની સિન્ડિકેટ જુદી -જુદી ભૂમિકા ભજવીને કામ કરે છે. જેમાં ફરાર આરોપીઓ માટે સેફ હાઉસ શોધવા સુધીની વ્યવસ્થા કરવામાં આવતી હતી.આ ઉપરાંત ડ્રગ્સ નેટવર્ક, શાર્પ શુટર સાથે કોન્ટેક્ટ, ટ્રેનિંગ, ખંડણી ઉધરાવવી તથા નકલી ડૉક્યુમેન્ટ તૈયાર કરવા જેવા અનેક કામનું તે મોનિટરિંગ કરતો. એજન્સી એવું માની રહી છે કે, જુદા-જુદા દેશમાં એમનું ગુનોખોરીનું નેટવર્ક ચાલતું હતું.

સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ
અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યો છે. આ મેસેજ મળતા જ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.એજન્સીની એક ટીમ પહેલાથી જ એને પકડવા માટે તૈનાત હતી. અનમોલ સામે અનેક રાજ્યમાં કેસ ફાઈલ થયા છે. તે ઘણા લાંબા સમયથી ફરાર હતો.સુરક્ષા એજન્સી એવું માની રહી છે કે, ધીમે-ધીમે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે. વિદેશથી સંચાલિત કેટલીક ખોટી પ્રવૃતિઓ પર હવે મોટી અસર થવાની છે. ખાસ કરીને વિદેશથી ચાલતા એક્સ્ટોર્શન રેકેટને અસર થઈ શકે છે.એન્જસીએ કરેલી તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, અનમોલ વિદેશમાં રહીને એક્સ્ટોર્શન નેટવર્ક ચલાવતો હતો. જેને લઈને એજન્સીને સચોટ પુરાવાઓ મળ્યા છે. અનમોલ લૉંરેન્સ ગૅંગનો એક મહત્ત્વનો સભ્ય હતો.
સિક્રેટ ટેરર સિન્ડિકેટ હતી
વર્ષ 2020થી 2023 સુધી તે ભારતમાં રહીને સિક્રેટ ટેરર સિન્ડિકેટ ચલાવતો હતો. ગોલ્ડી બરાર અને લૉંરેન્સ માટે વિદેશથી સતત એક સપોર્ટ ઊભો કરતો હતો. ગૅંગસ્ટરની પ્રવૃતિઓમાં મદદરૂપ થતો હતો. અમેરિકામાં રહીને ભારતમાં રહેલા શાર્પશુટરને આદેશ આપતો હતો. સમગ્ર ઑપરેશન ચેઈનને પોતાના કંટ્રોલમાં રાખતો હતો. ગ્રાઉન્ડ પર કામ કરતા ગુંડા, સભ્યો એકઠા કરવા, હથિયાર અને અન્ય લોજીસ્ટિક સપોર્ટ આપતો હતો. એન્જસી હવે એની પાસેથી બીજા શખ્સોની સંડોવણી ખોલાવી શકે છે.