નવી દિલ્હીઃ સજા પૂરી કરી ચૂકેલા શીખ કેદીઓને મુક્ત ન કરવાના વિરોધમાં કોમી ઈન્સાફ મોરચા અને ખેડતો સંગઠનોએ દિલ્હી તરફ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં દિલ્હીના ગુરૂદ્વારામાં પ્રાર્થના કરવાનો પ્લાન પણ સામિલ છે.અમૃતસર-દિલ્હી હાઈવે પર સ્થિત શંભુ બોર્ડર શુક્રવારે સવારથી બંધ કરી દેવામાં આવી હતી. જે સાંજ સુધી બંધ રહેશે. જોકે, આ વિરોધ પ્રદર્શનમાં માર્ચ કાઢીને આગકુચ કરવા તંત્ર તરફથી કોઈ મંજૂરી મળી નથી.
શંભુ બોર્ડર પર પ્રદર્શનઃ શુક્રવારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો શંભુ બોર્ડર પર એકઠા થયા હતા. દિલ્હી તરફ કુચ કરવાનો પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. પોલીસે સ્થિતિ જોઈને શંભુ બોર્ડર પર બેરિકેટ લગાવી દીધા છે. 500થી વધારે પોલીસને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાના મામલે પંજાબ પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. બોર્ડર બંધ થવા પર વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. પટિયાલા જિલ્લા તંત્રએ ફતેહગઢ સાહિબ, લાંડરા, એરપોર્ટ ચોક, મહોલી, ડેરા બસી, અંબાલા, રાજપુરા, બનાવડ, જીરકપુર, ઘન્નોર, દિલ્હી હાઇવે, પટિયાળા, મનૌલી, સુરત, લહેલી, લાડુ વગેરે માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી જતા રોકવા પગલાંઃ વિરોધ કરનારા ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં વોટર કેનની ગાડીઓ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ખેડૂત આંદલોન થયું હતું. ખેડૂત નેતા રણજીતસિંહ સવાજપુરે જણાવ્યું હતું કે,સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને મુક્ત કરવામાં આવે. આ અંગે તંત્રએ એડવાઈઝરી પણ જાહેર કરી દીધી છે.