મુંબઈઃ નેટફ્લિકસ પર ક્રાઈમ સીરિઝ દિલ્હી ક્રાઈમનો ત્રીજોભાગ રીલિઝ થઈ ચૂક્યો છે. ત્રણેય સીઝનમાં શૈફાલી શાહ લીડ રોલમાં છે. દિલ્હી ક્રાઈમની પહેલી સીઝનથી શૈફાલીનું પોલીસ ઉચ્ચ અધિકારી તરીકેનું કામ પસંદ કરી રહ્યા છે. વર્તિકા ચતુર્વેદી તરીકે અથવા કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી તરીકે રોહિત શેટ્ટી અને હાથીરામ ચોધરી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં નવી એન્ટ્રી થઈ શકે છે. જેમાં DCP વર્તિકાને ચાન્સ મળી શકે એમ છે. જ્યારે પાતાલ લોકના હાથીરામ ચૌધરી કોઈ સારી સ્ક્રિપ્ટ પર કામ કરે છે તો શૈફાલી જરૂરથી કામ કરશે.
સુપરપાવર DCP વર્તિકા
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે શૈફાલીને સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે જણાવ્યું હતું કે, દિલ્હી ક્રાઈમ સીઝનની દરેક સીરિઝમાં મારો રોલ એક સુપરહિરો જેવો છે. સુપરપાવર DCP વર્તિકા કહી શકો. ખૂબ જ ઓથેન્ટિક, રૉ અને સત્યઘટનાથી પ્રેરિત સ્ટોરી પર કામ કરી રહી છું. મેં હંમેશા એવું વિચાર્યું હતું કે, કેટલું રસપ્રદ રહેશે કે, હાથીરામ ચૌધરી અને વર્તિકા સાથે કામ કરે તો કેટલું મજેદાર કામ નીકળે. હાથીરામ ચૌધરી એટલે જયદીપ અહલાવત. જોકે, અમુક વસ્તુ શક્ય નથી અને ક્યારેય થવાની નથી. પણ જયદીપ અહલાવતને હું પ્રેમ કરૂ છું. એ મસ્ત માણસ છે. અમે સાથે બે ફિલ્મો કરી છે. આગળ જો પ્રોજેક્ટ મળશે તો અવશ્ય હું કામ કરીશ. એમની સાથે કામ કરવા એટલી ઉત્સાહી છું કે, નવા પ્રોજેક્ટની રાહ પણ જોઈ ન શકું
દિલ્હી ક્રાઈમ
દિલ્હી ક્રાઈમની પહેલી સીઝન દિલ્હીમાં થયેલા દુષ્કર્મ કેસથી પ્રેરિત હતી. જ્યારે બીજી સીઝનમાં દિલ્હી જુદા-જુદા વિસ્તારમાં થયેલા ઓર્ગેનાઈઝડ ક્રાઈમની સીરિઝ છે. હાલ ત્રીજી સીઝન ધૂમ મચાવી રહી છે. જોકે, દર્શકોને દરેક કેસમાં એક રહસ્ય મળી રહ્યું છે. એ પરથી કહી શકાય કે, આવી સીરિઝ દર્શકોને આકર્ષિત કરી રહી છે.