ફૂટબોલની દુનિયામાં મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. નવી દિલ્હી કરતા પણ ઓછી વસ્તી ધરાવતા નાનકડા દેશે ફિફા વર્લ્ડકપમાં એન્ટ્રી કરી હતી.આ રેકોર્ડ પહેલા આઈસલેન્ડના નામે હતો. જેની જનસંખ્યા માત્ર 3.3 લાખ હતી. કુરાકાએ ફિફા વર્લ્ડકપમાં એન્ટ્રી કરી હતી. ફૂલબોલના સૌથી મોટા મંચ પર પહોંચીને કુરાકાએ ઈતિહાસ બનાવી દીધો હતો. કિંગ્સટનમાં રમાયેલી મેચમાં કુરાકા- જમૈકાની મેચ ડ્રો ગઈ હતી.
મેચનો બીજો હાફ દમદાર
મેચનો બીજો હાફ પૂરી રીતે તણાવભર્યો હતો. જમૈકાને પનલ્ટી શુટાઆઉટ કરવાનો ચાન્સ મળ્યો હતો. જમૈકાએ ત્રણવાર પોસ્ટ કરી હતી. એ પછીની 87મી મિનિટે ફરીવાર પોસ્ટ સાથે બોલ અથડાયો હતો. ઈજાના સમયમાં જમૈકા પાસે પેનલ્ટીની તક હતી, પરંતુ VAR એ તેને નકારી કાઢી. આ નિર્ણયથી કુરાકાઓ ડગઆઉટમાં ઉજવણી થઈ. ટીમે ઇતિહાસના સૌથી યાદગાર ડ્રોમાંથી એક મેળવ્યો, અને તેમનો પ્રથમ વર્લ્ડ કપ સ્થાન સુરક્ષિત કર્યું.
હવે મેચ આગામી મહિને રમાશે
અન્ય ગ્રુપ મેચોમાં, પનામાએ અલ સાલ્વાડોરને 3-0થી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનો બીજો સ્થાન મેળવ્યો. જોકે, સુરીનામ ગ્વાટેમાલા સામે 3-1થી હારી ગયું, જેના કારણે તેઓ સીધા ક્વોલિફાય થઈ શક્યા નહીં, પરંતુ પ્લેઓફમાં સ્થાન મેળવી શક્યા. કુરાકાઓ હવે તેમના ગ્રુપ સ્ટેજના પ્રતિસ્પર્ધીઓની રાહ જોશે. ડ્રો 5 ડિસેમ્બરે વોશિંગ્ટન, ડીસીમાં થશે.