પટાણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયા બાદ 243 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ હતી. 14મી નવેમ્બરે મતગણતરી શરૂ થતા દસ વાગ્યા સુધીમાં સત્તાનું સુકાન ફરી એકવાર NDA હાથમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની સભાનો પડઘો પડ્યો છે. જ્યારે વિપક્ષના મહાગઠબંધનની કારમી હાર થઈ છે. ચૂંટણી પહેલા સતત ચર્ચામાં રહેલા પ્રશાંત કિશોર પરિણામના દિવસે મૌન બની બેસી ગયા હતા.
NDA માટે ક્લિન સ્વીપઃ બપોરે 3 વાગ્યા સુધીમાં NDAને 200થી વધારે બેઠક મળી છે. આ પહેલાની ચૂંટણીમાં 43 બેઠક પર અટકી ગયેલી JDU પાર્ટી 75થી વધારે બેઠક પર જીતી ચૂકી છે. હવે નીતીશકુમાર ફરીવાર સત્તા સંભાળી શકે એ ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે જો નીતીશકુમારને મુખ્યમંત્રી તરીકે ફાઈનલ કરવામાં આવશે તો તેઓ બિહારની સત્તા પર દસમીવાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું હતું.67.10 ટકા સાથે મતદાનનો પણ રેકોર્ડ નોંધાયો હતો. શરૂઆતના વલણોમાં RJD સત્તા પર આવે એવી આશા હતી પણ પછીના પરિણામોએ ચિત્ર બદલી નાંખ્યું હતું.
ગીરીરાજસિંહની વાતઃ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે જણાવ્યું હતું કે, બિહારમાં ભાજપ વાપસી કરી રહ્યું છે. બિહારની જીત બાદ હવે પશ્ચિમ બંગાળનો વારો છે. મને વિશ્વાસ છે કે, અમે પશ્ચિમ બંગાળમાં પણ જીતીશું. શરૂઆતના ટ્રેંડમાં NDA 178 બેઠક પર આગળ હતી. જ્યારે JDUમાં 80 બેઠક પર જીત નક્કી હતી. NDAના ગઠબંધનમાં પણ એકપ્રકારની રસ્સાકસી જોવા મળી હતી. ભાજપ કરતા એકસમયે JDU આગળી ગઈ હતી. 80 બેઠકની લીડ સ્પષ્ટ દેખાઈ રહી હતી. વૈશાલી, રાધોપોર બેઠક પર મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ RJDના તેજસ્વી યાદવને 4463 મત મળ્યા હતા. એની સામે ભારતીય જનતા પાર્ટીના સતીશ રાયને 3570 મત મળ્યા છે. જોકે, આ ચૂંટણીથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અવશ્ય અસર થવાની છે.