કાશ્મીરની ઘાટીના વિષય પર અનેક હિન્દી ફિલ્મ બની છે. યુદ્ધ કથાથી લઈને રોમાંચ-રોમાન્સ સુધી આતંકવાદ સુધીની કથા ફિલ્મી પદડે રજૂ થઈ છે. બારામુલા કાશ્મીરનો એક જિલ્લો છે જ્યાંથી એક હોરર સ્ટોરી સિનેપદડે આવી છે. જેમાં લીડ રોલ જયદીપ અહલાવતે પ્લે કર્યો છે. ફિલ્મ સ્ટોરીમાં જાદુ દેખાડવા આવે છે અને પછી તરત જ એક બાળક ગુમ થઈ જાય છે. જાદુગરના ઈરાદામાં કંઈક ખોટ હોવાનું જાણવા મળતા સ્ટોરી આગળ વધે છે.
ખતરનાક છે સિન
ફિલ્મ એક ડાર્કઝોનમાં જાય છે, જ્યારે દંતકથા પર આધારિત ફિલ્મ એક ક્ષણ માટે પણ દર્શકોને આંખનો પલકારો મારવા પણ મજબૂર કરતી નથી. કારણ કે, દરેક સ્વાદનું સીન સાથેનું ક્નેક્શન દમદાર છે. થ્રિલ સાથે આગળ વધતી કથા કરતા હકીકત વધારે ભયાનક હોવાની જાણકારો માને છે. થોડું કાશ્મીરી પંડિતોનું પલાયન અને બાળપણથી આતંકની કથાથી માઈન્ડવોશનું એક ફિક્સ ગેમ છે. કાશ્મીર ખીણના એક કદાવર નેતાનો દીકરો જ્યારે ગાયબ થાય છે ત્યારે સ્ટોરીમાં એક અલગ વેગ આવે છે.
ડીએસપી રિદવાનને જવાબદારી
સમગ્ર કેસ સામે આવતા ડીએસપી રિદવાનને કેસની જવાબદારી સોંપવામાં આવે છે. પણ એમના ઘરમાં પણ કંઈક અજુગતુ રંધાઈ રહ્યું હોવાનું જાણવા મળતા સ્ટોરી અલગ ટ્રેક પર જાય છે. એન્ડ સુધી બેસાડી રાખે એવી સ્ટોરી પાછળનો એક વિષય હોરરનું સાતત્ય છે.પોલિટિકલ દ્રષ્ટિકોણ કરતા વાર્તામાં જે રીતે બારીકી મૂકવામાં આવી છે એ દમદાર છે. નેરેટિવ ક્લિન થાય છે ત્યારે રહસ્ય કંઈક બીજું જ સામે આવે છે. વિષય હોરરનો છે પણ ફિલ્મ ઝડપથી ક્લિક થતી નથી. એક સમય પૂરો થતા સ્ટોરી સમજાય છે અને પછી ટર્ન અને ટ્વિસ્ટ આવે છે.