અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Shopping Festival: સ્વદેશી થીમ અંતર્ગત યોજાશે એક મહિનાનો શોપિંગ ફેસ્ટિવલ

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની બાજુમાં, તાજ સ્કાઈલાઈન સામે સિંધુભવન રોડ સહિત જુદા-જુદા 12 હોટસ્પોટ પર બે મહિના સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલમાં 8 હજારથી વધારે સ્ટોલ પરથી 5થી લઈને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને નંબર વન બનાવવા માટે આ વર્ષે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં દેશના જુદા-જુદા જાણીતા એરપોર્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની થીમ સુશોભિત કરવામાં આવી છે.

અમિત શાહના હસ્તે શુભારંભ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કેન્દ્રીય મંત્રી અમિત ભાઈ શાહના હસ્તે થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રગણ, શહેર-જિલ્લાના પદાધિકારીઓ તથા આઈએએસ આઈપીએસ અધિકારીઓ પણ જોડાશે. સ્વદેશીની થીમ અંતર્ગત યોજનારા આ શોપિંગ ફેસ્વિટલમાં સ્થાનિક વેન્ડર્સને મોટું મંચ મળે, સ્વદેશી ઉત્પાદનોને એક મોટું પ્લેટફોર્મ મળે અને આપણી સ્વદેશી ચીજવસ્તુઓની ચોમેર ખ્યાતિ ફેલાય એ હેતું છે. નાના ઉદ્યોગ સાહસિકો માટે ખરા અર્થમાં આ એક નવી ઊર્જાનો ઉત્સવ છે. 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક આ ફેસ્ટિવલમાં નક્કી કરાયા છે. જેમાં સિંધુભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રિટ, કાંકરિયા રામબાગ, વસ્ત્રાપુર હાટ, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રીવરફ્રન્ટ, લૉ ગાર્ડન, માણેકચોક જેવા વિસ્તાર સાથે જાણીતા અગ્રણી મોલ્સને શોપિંગનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોન્સર્ટ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની તમામ વિગત ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ https://www.ahmedabadshoppingfestival2025.com/ પરથી મળી રહેશે. જેમાં બ્રાંડ પરના ડિસ્કાઉન્ટથી લઈને સ્ટોલ સુધીની વિગત આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એપ્લિકેશન પરથી સમગ્ર લોકેશનના મેપથી લઈને બ્રાંડ, ઉત્પાદન, થીમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની વિગત જાણી શકાશે. દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને કોન્સર્ટમાં પવનદીપ રાજન, આદિત્ય નારાયણ જેવા નામી કલાકારો પર્ફોમ કરશે. જે માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન માટેની વિગત ઓનલાઈન ઓફિશિયલ સાઈટ પર મૂકવામાં આવી છે.

રીટેલ ઈનોવેશનનું મંચ

શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર ફૂડ સ્ટોલ પર મળી રહેશે. અમદાવાદની પોળને આ વખતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ માટે ભદ્ર ખાતે સમગ્ર જગ્યા દબાણ મુક્ત કરાવવામાં આવી છે. પ્રવાસનને વેગ મળે એ હતુંથી હેરિટેજને વેગ આપવા માટે પણ આ શોપિંગ ફેસ્ટિલમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં NRI અને NRG પરિવાર ગુજરાત આવતા હોય છે. એમને ધ્યાને રાખી એ પરિવારના લોકો આ શોપિંગ ફેસ્ટિવલ માણી શકે એ માટે પણ એરપોર્ટ પર એક ખાસ કાઉન્ટર તૈયાર કરાયું છે. જ્યાંથી તમામ પ્રકારની શોપિંગ ફેસ્ટિવલની વિગત મળી રહેશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »