દેશના દરેક પ્રાંતમાં લગ્નના રીત-રીવાજમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. ઈન્ડિયન મેરેજ એના ટ્રેડિશન અને રીચ્યુઅલ્સ માટે દુનિયાભરમાં જાણીતા છે. દરેક રીવાજ પાછળ એક કારણ હોય છે. માન્યતા હોય છે અને પરંપરા પણ હોય છે. વરરાજા હોય કે દુલ્હન બન્ને માટે હલ્દીની રસમ સૌથી વધારે મસ્તીથી ભરપૂર હોય છે. બન્નેને આખા શરીરે હલ્હી લગાવવામાં આવે છે જેથી ફેસ પર સારો ગ્લો આવે. સ્કિન સ્મૂથ રહે અને નેગેટિવિટી પણ દૂર રહે. દરેક રીત-રીવાજમાં હલ્દી બાદ વર કે વધૂને ઘરની બહાર જવા દેવામાં નથી આવતા. આ પાછળ ધાર્મિક જ નહીં સાયન્ટિફિક કારણ પણ છે.
ધાર્મિક કારણથી જોઈએ
ઘણા લોકોને આ એક અંધવિશ્વાસ કે પરંપરા લાગે છે. પ્રાચીન સમયમાં આ એક પરંપરા હતી. જેમાં વ્યક્તિની સુરક્ષાનો મુદ્દો હતો. જેને શુભતા સાથે જોડી દેવાયો હતો. હલ્દી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. આ કોઈ સામાન્ય મસાલો નથી આયુર્વેદના દ્રષ્ટિકોણથી પણ હળદરને ગુણકારી માનવામાં આવે છે. હળદર સ્કિનનો ગ્લો લાવે છે. લગ્નની તૈયારીનો એક ભાગ હલ્દીની રસમ પણ છે. હળદરથી મન શાંત રહે છે. ધાર્મિક કારણથી જોઈએ તો આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે હલ્દીની સુગંધ રાહુ અને કેતુ જેવા ગ્રહોને પણ અસર કરે છે. આ દરમિયાન બહાર જવાથી આ ગ્રહની અસર વધી શકે છે. અશાંતિ આવી શકે છે, વિધ્ન ઊભું થઈ શકે છે. આ કારણોસર નિયમ બનાવવામાં આવ્યો છે કે, હલ્દી બાદ વર વધૂને ઘરની બહાર જવા દેવા નહીં. પછી લગ્નના દિવસ સુધી તેઓ લગ્ન પરિસર કે ઘરની બહાર આવતા નથી.
વૈજ્ઞાનિક કારણ જોઈએ
વૈજ્ઞાનિક કારણ જોઈએ તો હલ્દી લગાવવાથી શરીરમાંથી કોઈ દુર્ગંધ નથી આવતી. શરીરમાં એક સકારાત્મક ઊર્જાોનો સંચાર થાય છે. હલ્હી સ્કિનના સુક્ષ્મકણ ખોલે છે. ત્વચાને વધારે ક્લિન કરે છે. હલ્દી લગાવ્યા બાદ ઘૂળ કે માટી એના પર પડે તો ચામડી ખરાબ થઈ જાય છે. જેથી નિખાર ખરાબ ન થઈ જાય એ માટે હલ્દી લગાવ્યા બાદ ઘરની બહાર જવા દેવામાં આવતા નથી. હલ્દી લગાવ્યા બાદ ઘરની બહાર કોઈ નકારાત્મક શક્તિનો સંપર્ક થાય તો માઠી અસર થઈ શકે. વર અને વધૂમાં એક પોઝિટિવિટી બની રહે એ માટે ઘરમાંથી બહાર જવાનું બંધ કરાવાય છે.