રિયાધઃ સાઉદી અરેબિયામાં મદીના પાસે થયેલા બસ અકસ્માતમાં 42 ભારતીયોના મૃત્યું થયાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાનો ભોગ બનેલા ભારતીયો ભારતથી હજ કરવા માટે મક્કા મદીના ગયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસની ડીઝલ ટેન્કર સાથે ટક્કર થતા મોટો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનો કુડચો બોલી ગયો અને આગ લાગી ગઈ હતી. સાઉદીમાં રહેલા ભારતીય દૂતાવાસે સમગ્ર ઘટનાને લઈને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. 8002440003 પર ફોન કરીને ભારતીયો પોતાના સ્વજનોની વિગત મેળવી શકે છે.
કંટ્રોલ રૂમ તૈયાર કરાયો
સમગ્ર ઘટનાને લઈને ભારતીય દૂતાવાસે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ તૈયાર કરી લીધો છે. મીડિયા રીપોર્ટ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો હૈદરાબાદના હોવાનું જાણવા મળ્યું છે. બસમાં કુલ 43 યાત્રાળુઓ બેઠા હતા. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચી છે.જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય અનુસાર આ ઘટના રાત્રીના 1.30 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના મુફરીહાટ વિસ્તારમાં બની છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં મહિલાઓ તથા બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રારંભિક તપાસમાંથી જાણવા મળ્યું છે કે, ટેન્કરથી ટક્કર થનારી બસમાં 20 મહિલાઓ પણ બઠી હતી. જ્યારે 11 બાળકો હતો. આ તમામ મક્કામાં હજ પૂરી કરીને બસમાં પરત ફરી રહ્યા હતા.અનુષ્ઠાન માટે તેઓ મદીના જઈ રહ્યા હતા.
In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgirms, a 24×7 Control Room has been set up in Consulate General of India, Jeddah.
The contact details of the Helpline are as under:
8002440003 (Toll free)
0122614093
0126614276
0556122301…— India in Jeddah (@CGIJeddah) November 17, 2025
સંખ્યાને લઈને કોઈ પુષ્ટી નહીં
સાઉદી અરેબિયાના અધિકારીઓએ મૃતકોની સંખ્યાને લઈને કોઈ સત્તાવાર વાત કહી નથી. ઘટનામાં બચી ગયેલા વ્યક્તિની હાલત અંગે પણ કોઈ તાજા રીપોર્ટ નથી. રેસ્ક્યૂ અને ઈમરજન્સી રીસપોન્સ ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. ભારતીય દૂતાવાસની ટીમ પણ ભારતીયોની માહિતી મેળવવા માટે દોડધામ કરી રહ્યું છે. સાઉદીની હજ કમિટીએ અકસ્માત અંગેની પુષ્ટી કરી છે પણ આંકડા અંગે કોઈ દાવો કર્યો નથી.સમગ્ર ઘટના કેવી રીતે બની એ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.