જૂનાગઢ મહાનગરનો લલકાર

ગુજરાતના યુવક– યુવતીઓ માટે ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—2026માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે.

અરજી ફોર્મ મોકલવાની અંતિમ તારીખ

આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે,આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.31 ડિસેમ્બર 2025ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને તા.30 નવેમ્બર 2025 સુધીમાં મોકલી આપવાનું રહેશે.

વલસાડમાં પણ યોજાશે સ્પર્ધા

આ ઉપરાંત વર્ષ 2025-26માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે આયોજિત થનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં 1 થી 10 ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત “ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં” સીધો જ પ્રવેશ મેળવી શકશે.

પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમ્યાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ સિવાય કોઈપણ બાબતની જાણકારી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢનો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »