અમદાવાદઃ ગુજરાત ATSએ ભારતમાં રહીને જાસુસી કરતા બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે. આ બન્ને આરોપીઓના પાકિસ્તાન ક્નેક્શન સામે આવી શકે છે અને બન્નેએ કેટલાક સંવેદનશીલ વિસ્તારની જાસુસી કરી હોવાની વાત પણ સામે આવી છે. દેશ વિરોધ પ્રવૃતિ કરતા આ બે વ્યક્તિઓમાંથી એકની ગોવા અને બીજાની દમણથી ધરપકડ કરવામાં આવી છે. એક વ્યક્તિ આર્મીમાં સુબેદાર હોવાનું જાણવા મળ્યું છે. જે પાકિસ્તાનના અન્ય જાસુસને આર્થિક રીતે મદદ કરતો હતો.
આ પહેલા પણ ત્રણ વ્યક્તિ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઝડપાયા
આ પહેલા તા. 7 નવેમ્બર રોજ ગુજરાત ATSએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલા અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઝડપી લીધો હતો. ISIS મોડ્યુલના આતંકીઓ ગાંધીનગરમાંથી ઝડપાયા હતા. ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આ બન્ને વ્યક્તિ પાસેથી કેટલીક સંવેદનશીલ માહિતી મળી શકે છે. સમગ્ર નેટવર્ક છે કે, તેઓ કોઈના ઈશારે કામ કરતા એ અંગે મોટી માહિતી મળી શકે છે.