અમદાવાદઃ કંબોડિયા અને મ્યાનમારમાં એક્ટિવ ચાઈનિંઝ ટોળકી દ્વારા ભારતીય સિમકાર્ડથી છેત્તરપિંડી કરતી ગૅંગને પોલીસને પકડી છે. આ કેસમાં કરોડો રૂપિયાની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડ ચલાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય સિમકાર્ડ ગેરકાયદેસર ધોરણે ઈસ્યૂ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ગ્રાહકોની જાણની બહાર એમના દસ્તાવેજનો ઉપયોગ કરીને દુબઈ અને મ્યાનમાર સિમકાર્ડ મોકલતી ટીમના ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ કેસમાં માસ્ટમાઈન્ડ સુધી પહોંચવા માટે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
સાયબર ફ્રોડ માટે કોલ થતા
આ સિમકાર્ડનો ઉપયોગ સાયફ્રોડ માટે થતો હતો. ભારતમાંથી ચોક્કસ એજન્ટની મદદથી આ સિમકાર્ડ ઈસ્યૂ કરાતા હતા. જે પછીથી કંબોડિયા અને મ્યાનમાન પહોંચાડવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ચાંદલોડિયામાં રહેતા એક વ્યક્તિએ સિમકાર્ડથી સાયબર ફ્રોડ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. ચાંદલોડિયા તળાવ પાસે એક મોબાઈલ સર્વિસ કંપનીના એજન્ટે આ યુવકના પિતાના નામે સિમકાર્ડ ટ્રાંસફર કર્યા હોવાનું સામે આવ્યું. જેમાં આધાર કાર્ડ સહિતના ડૉક્યુમેન્ટ લીધા હોવાનું ખુલ્યું હતું. આ એજન્ટે યુવકની જાણ બહાર સિમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસને તપાસમાંથી જાણવા મળ્યું.
ત્રણ શખ્સોની ધરપકડ
આ અંગે પોલીસે વધુ તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં વિજય રાવલ, શુભમ પરાડિયા અને કિરણ ઠક્કર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ ત્રણેય સિમકાર્ડ ઈસ્યું કરાવતા અને જે તે વ્યક્તિના ડૉક્યુમેન્ટનો મિસયુઝ કરતા હતા. આ સિમકાર્ડને પછી દુબઈ અને મ્યાનમાર મોકલવામાં આવતા હતા. સાયબર ઠગોને 1500 રૂપિયામાં સિમકાર્ડ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું.
સર્વર ડાઉન હોવાથી કાર્ડ નહીં મળે
ગ્રાહકો પાસેથી આધાર, ચૂંટણી કાર્ડ અને ફિંગરપ્રિન્ટના સહારે સિમકાર્ડ ઈસ્યૂ કરતા હતા. જેમાં સર્વર ડાઉન હોવાથી સિમકાર્ડ નહીં મળે એવું કહી કાર્ડ પછીથી ઈસ્યૂ કરવામાં આવતા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા તજવીજ કરી છે. અમદાવાદમાં આ ત્રણેય શખ્સોના બીજા કેટલાક સાગરિતો છે અને એજન્ટ તરીકે ખોટી રીતે સિમકાર્ડ ઈસ્યૂ કરે છે એ અંગે તપાસ શરૂ કરી છે.