દુબઈઃ દુબઈમાં યોજાયેલા એર શૉમાં ભારતીય વાયુ સેનાનું ફાઈટર જેટ તેજસ ક્રેશ થયું છે. અલ મકતુમ એરપોર્ટ પર એર શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેમો ફ્લાઈટ દરમિયાન તેજસ ક્રેશ થયું હતું. ભારતીય સમય અનુસાર 3.40 વાગ્યે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પાલયટનું પણ મૃત્યું થયું છે. ભારતીય વાયુ સેના વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. વિમાન હવામાંથી જમીન પર અથડાયું હતું. જમીન પર ક્રેશ થતાં જ આગ ભભૂકી ઊઠી હતી. આ સમગ્ર ઘટના બનતા ભારતીય વાયુ સેનાએ તપાસ રીપોર્ટ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની બેઠક યોજી છે.
તેજસ વિમાન ક્રેશ થયાની બીજી ઘટના
વાયુસેનાનું તેજસ વિમાન ક્રેશ થયું હોવાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા વર્ષ 2024 માં રાજસ્થાન રાજ્યના પોખરણમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન તેજસ વિમાનનું એન્જિન ફેઈલ થઈ જતાં વિમાન ક્રેશ થઈ ગયું હતું. દુબઈ એર શૉમાં વિમાનોનું પ્રદર્શન કરવામાં આવે છે. દુનિયાની સૌથી મોટી એર કંપનીઓ, એરલાઈન્સ, એરફોર્સ અને ટેક કંપનીઓ નવા વિમાન, હેલિકોપ્ટર, હથિયાર સિસ્ટમ અને એરો સ્પેસ ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે. પાંચ દિવસીય એર શૉનો શુક્રવારે અંતિમ દિવસ હતો એ સમયે આ ઘટના બની હતી.
An IAF Tejas aircraft met with an accident during an aerial display at Dubai Air Show, today. The pilot sustained fatal injuries in the accident.
IAF deeply regrets the loss of life and stands firmly with the bereaved family in this time of grief.
A court of inquiry is being…
— Indian Air Force (@IAF_MCC) November 21, 2025
ભારતીય વાયુ સેનાએ ટ્વિટ કર્યું
વિમાન ક્રેશ થયાનું જાણવા મળતા જ ઈમરજન્સી રીસપોન્સ ટીમ આગ ઠારવા માટે રવાના થઈ હતી. ભારતીય વાયુ સેનાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેજસ વિમાન દુબઈમાં ક્રેશ થતાં પાયલટનું મૃત્યું થયું છે. દુઃખની આ ક્ષણમાં ભારતીય વાયુ સેના પાલયટના પરિવાર સાથે દુઃખ વ્યક્ત કરે છે. ઘટના સ્થળેથી જ રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અચાનત તેજસ નીચે આવવા લાગતા વેગ સાથે જમીન પર પટકાયું હતું. સમગ્ર ઘટના બનતા એર શૉ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.