અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ચણીયા ટોળી દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મની સફળતા પર કાસ્ટે અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું. કલાકારોએ શુટિંગ વખતના સ્મરણ શેર કર્યા હતા. ગુજરાતી સિનેજગતમાં આ ફિલ્મે ધુમ મચાવી દીધી હતી. નવા જ વિષય અને નવા કોન્સેપ્ટ સાથે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મની સ્ટોરીમાં યશ સોની લીડ રોલ પ્લે કરી રહ્યો છે. જ્યારે ફિલ્મમાં એની એક્ટિંગ બાકીની ફિલ્મ કરતા ઘણી અલગ છે.
શિક્ષકની ચતુરાઈ
બેંક લૂંટવાની રસપ્રદ વાર્તા ફિલ્મનો મુખ્ય વિષય છે. જેની પાછળ શિક્ષકની એક ચતુરાઈથી અન્ય સ્ત્રીઓ પ્રેરાય છે. યશ સોની શિક્ષકનો રોલ પ્લે કરી રહ્યો છે. દેખાવે સરળ અને સાદી ભાષામાં એની ડાયલોગ ડિલેવરી ઘણા દર્શકોને આકર્ષી છે. ટ્રેલરમાં જ દમદાર ડાયલોગ છે એવું નથી. આખી ફિલ્મના દરેક સિનમાં સંવાદમાં એક સ્પાર્ક અનુભવાઈ રહ્યો છે. પછી એક બેંક લૂંટવા માટે ષડયંત્ર શરૂ થાય છે. આ માટે કેવા કેવા અખતરા થાય છે એ આ ફિલ્મમાં જોવા મળશે. હવે છેક સુધી બેંક લૂંટની ઘટના યથાવત રહેશે એવું માનતા હોવ તો એ ખોટું પડશે.
ટ્વિસ્ટે ચોંકાવ્યા
સસ્પેન્સ, માઈન્ડ ગેમ અને સંવાદનો ત્રિવેણી સંગમ આ ફિલ્મ છે. આ ફિલ્મ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી નામના બે ફિલ્મ નિર્માતાએ તૈયાર કરી છે. આનંદ પંડિત અને વૈશલ શાહ પ્રોડ્યુસર છે. ફિલ્મ યશ અને સ્ત્રીની આસપાસ ફરે છે. પણ હાફ પછી ફિલ્મનો વિષય થોડો બદલી જાય છે. ખાસ વાત એ છે કે, વાર્તા છેક સુધી સૌને બેસાડી રાખે છે. ફિલ્મની રજૂઆત અને વાર્તાથી માત્ર 6 દિવસમાં 10 કરોડની કમાણી કરી હતી. 1200થી વધારે સ્ક્રિન મળતા દિવાળીના દિવસોમાં પણ ફિલ્મને સારે એવો પ્રતિસાદ મળ્યો હતો. મેકર્સનું એવું માનવું છે કે, ફિલ્મમાં જે ખર્ચ થયો એ હવે કવર થઈ રહ્યો છે. જોકે, ફિલ્મે કરોડોની કમાણી કરતા સ્ટાર્સ પણ ખુશખુશાલ છે.
Condolences to those who have lost their loved ones in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah Ji and other officials.@AmitShah
— Narendra Modi (@narendramodi) November 10, 2025