મુંબઈઃ ICC Rankingમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન રોહિત શર્મા ફર્સ્ટ રેંકમાંથી આઉટ થઈ ગયો છે. ફર્સ્ટ રેંકિગમાં નવા બોલરનું નામ સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે, એક નંબર અને રોહિત શર્મના નવા રેંક વચ્ચે ખાસ કોઈ અંતર નથી.પહેલી વખત ICCની વન ડે Rankingમાં એક બોલરને સ્થાન મળી રહ્યું છે, જોકે આ બોલરનું પર્ફોમન્સ પણ દમદાર હોવાથી તે ઘણા ક્રિકેટ પ્રેમીઓનો ફેવરિટ પણ રહ્યો છે.
ડેરિલ મિચેલ બન્યો ICC One Day Rankingમાં અવ્વલ
ન્યૂઝીલેન્ડનો બોલર ડેરિલ મિચેલ ICC One Day Rankingમાં પહેલા ક્રમે છે. આ વખતે મિચેલે બે સ્થાન પરથી છલાંગ લગાવીને ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડેરિલે વેસ્ટ ઈન્ડિઝની સામે વન ડે સીરિઝમાં દમદાર સદી ફટકારી હતી. 119 રનની મસ્ત ઈનિંગ રમી હતી.782 સાથે ઓલટાઈમ હાઈ રેકિંગ પર તે પહોંચ્યો છે. ડેરિલ પહેલી વાર One Day રેકિંગમાં અવ્વલ રહ્યો છે.રોહિત શર્માની વાત કરવામાં આવે તો તે 781 માં રેક પર બીજા ક્રમે છે. ડેરિલ અને શર્મા વચ્ચે માત્ર એક પોઈન્ટનું અંતર છે. હવે પછીના રેકિંગમાં બન્નેના પર્ફોમન્સથી એ તફાવત પણ દૂર થઈ શકે છે, જોકે પહેલા ક્રમે કોણ રહેશે એ અત્યારથી કહેવું કઠિન છે.
અફઘાનિસ્તાનનો ખેલાડી ચર્ચામાં
અફઘાનિસ્તાનનો ખેલાડી ઈબ્રાહિમ જાદરાન ફરી એકવાર રેંકિગને લઈને ચર્ચામાં છે. 764માં રેંક સાથે હાલ ત્રીજા ક્રમે છે. જ્યારે શુભમન ગિલ ચોથા અને વિરાટ કોહલી પાંચમા ક્રમે છે. પાકિસ્તાનનો ખેલાડી બાબર આઝમ 622માં ક્રમે રહ્યો છે. શ્રેયસ ઐયર 8માં ક્રમે રહ્યો છે.