ડેસ્કઃ પ્લાસ્ટિક દૈનિક જીવનનો એકભાગ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. પાણીની બોટલથી લઈને સાંજે જમવાની પ્લેટ સુધી પ્લાસ્ટિકના વાસણનું સામ્રાજ્ય સર્વત્ર છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક બેગમાં પેક કરેલું બર્ગર તથા હવામાં ઉડતા માઈક્રો પ્લાસ્ટિકના કણ શરીરને નુકસાન કરે છે. શરીરમાં એક જગ્યાએ આ કણ એકઠા થઈને શરીર પર માઠી અસર ઊભી કરે છે. જે લોહી, કિડની, લીવર અને ક્યારેક દિમાંગને પણ અસર કરી શકે છે.
બીમારીનું ઘર
લાંબા સમય સુધી આ જોખમી પ્લાસ્ટિકના કણના સંપર્કમાં રહેવાથી બીમારી લાગુ પડે છે. તેથી પ્લાસ્ટિકને બીમારીનું ઘર કહેવામાં આવે છે. યોગ્ય સમયે શરીરને સ્વચ્છ ન રાખીએ તો પણ અનેક એવી બીમારીઓ લાગુ પડી શકે છે. રીસર્ચમાંથી સામે આવ્યું છે કે, માઈક્રોપ્લાસ્ટિકથી શરીરને માઠી અસર થાય છે. રેસ્પિરેટરી પ્રોબ્લેમ, કાર્ડિયોવેસ્ક્યુલર, રીપ્રોડક્ટિવ ઈસ્યૂ, બ્રેઈન ડેમેજ તથા લીવર ડેમેજ થઈ શકે છે.
ઉપાય સરળ છે
તબીબો જણાવે છે કે, ટોક્સિનને દૂર કરવા માટે વધુ માત્રામાં ફાઈબરવાળો ખોરાક લેવો જોઈએ. ફાઈબર સરળ પાચ્ય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. શરીરમાં જે હેલ્ધી બેક્ટેરિયા છે એની સંખ્યામાં વધારો થાય છે. શરીરમાંથી માઈક્રોપ્લાસ્ટિકને દૂર કરવામાં ફાઈબર મહત્ત્વનો ભાગ ભજવે છે. ફાઈબર શરીરમાંથી સરળતાથી પાચન થઈ જાય છે. માઈક્રોપ્લાસ્ટિકના કણ જે શરીરમાં ચોંટેલા હોય તે ફાઈબર સાથે ચોંટે છે. જેથી તે લોહીમાં ભળતા અટકે છે જેથી લોહીમાં થતી બીમારીથી પણ ફાઈબર બચાવે છે.
ફાઈબર વાળા શાકભાજી
ફળ-ફળાદી, મશરૂમ, દાળ, અનાજ, સીડ અને નટ્સ, ઓટ્સ અને સલાડમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. દૈનિક ધોરણે કાચું સલાડ ખાવાથી પણ ફાયદો થાય છે.