યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ મનોરંજનના માધ્યમ અવશ્ય છે પણ કેટલાક લોકો માટે એ કમાણીનું પ્લેટફોર્મ છે. લાખો યુવાનોએ પોતાના કાંડાબળે વિડિયો-ફોટો કોન્ટેટની દુનિયામાં સિદ્ધિ હાંસલ કરી છે. ફોટો-વિડિયો અને ડિજિટલ કોન્ટેંટ માટે કમર કસતા દરેક યંગસ્ટરની એવી ઈચ્છા હોય છે કે, એમને પણ આ બન્ને પ્લેટફોર્મમાંથી પૈસા મળે. યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર કમાણી પાછળનું ગણિત એકવાર સમજવા જેવું છે. યુટ્યુબમાં એડરેવન્યૂમાંથી પૈસા મળે છે. જ્યારે લોકો યુટ્યુબ પર ચેનલ બનાવીને વિડિયો અપલોડ કરે છે તો એમાં આવતી જાહેરાતમાંથી પૈસા મળે છે. આ સિવાય Super Chat, Channel Membership, Brand Sponsorship અને Affiliate Marketing માંથી પણ સારી આવક મળે છે.
સમજો આ ગણિતઃ
કમાણીનો આધાર વિડિયો પર કેટલા વ્યૂ આવે છે એના પર છે. કેટલા સમય સુધી એ વિડિયો જોવામાં આવે છે એ મુદ્દો પણ અસર કરે છે. આ ઉપરાંત, વ્યૂઅર્સ ક્યા દેશમાંથી જુએ છે અને વિડિયો કોન્ટેટ કઈ કેટેગરીમાં આવે છે એ પણ અસર કરે છે. સામાન્ય રીતે ભારતમાં 1000 વ્યૂ પર 50થી 200 રૂપિયા મળે છે. જ્યારે ફોરેન વ્યૂઅર્સમાંથી 300-400 રૂપિયા મળે છે.
ઈન્સ્ટાગ્રામઃ
ઈન્સ્ટાગ્રામ પર યુટ્યુબની જેમ ડાયરેક્ટ કોઈ એડ રેવન્યૂમાંથી પૈસા નથી મળતા. બ્રાંડ પ્રમોશન, રીલ સ્પોન્સર્સશીપ, એફિલિટેડ લિંક અને કોલબ્રેશનથી કમાણી થાય છે. જ્યારે કોઈ બ્રાંડ પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરાવવા ઈચ્છે છે તો તેઓ કોઈ ઈન્ફ્લુએન્ઝર્સને પૈસા આપે છે. આ રકમ ઈન્ફ્લુએન્ઝર્સના ફોલોઅર્સ, રીચ, એંગ્જમેન્ટ રેટ અને રીલના વ્યૂ પર નિર્ભર કરે છે. જેમ કે, જેમની પાસે 1 લાખ ફોલોઅર્સ છે તેઓ એક સ્પોન્સર્સ પોસ્ટ માટે 5 હજારથી 50 હજાર રૂપિયા કમાઈ શકે છે.
લોગટર્મ પ્લાનઃ
લાંબા સમય સુધી ઈન્કમ જનરેટ કરતા પ્લેટફોર્મમાં યુટ્યુબ પહેલા ક્રમે આવે છે. યુટ્યુબ એક કોન્સટન્ટ અને ભરોસાપાત્ર પ્લેટફોર્મ છે. જ્યાં એક વિડિયો વર્ષો સુધી વ્યૂઅર્સને દેખાય છે. એટલે જૂનો વિડિયો પણ કમાણી માટે કામ આવી શકે છે. જ્યારે ઈન્સ્ટાગ્રામમાં વિડિયોની વેલિડિટી ઓછી છે. જ્યારે બીજો વિડિયો પોસ્ટ થાય છે ત્યારે અગાઉનો વિડિયો પાછળ જતો રહે છે. સ્પોન્સર્સશીપ અને ડીલ માર્કેટમાંથી મળી જાય તો ઈન્સ્ટાગ્રામ એક શક્તિશાળી પ્લેટફોર્મ પુરવાર થઈ જાય. જ્યાં ઓછા સમયમાં વધારે પૈસા કમાઈ શકાય. બસ ફોલોઅર્સ વધારે હોવા જોઈએ.
પ્લેટફોર્મ પસંદગીઃ
વિડિયો કોન્ટેંટ, સ્ટોરી ટેલિંગ, લોંગ ટર્મ કોન્ટેટમાં ફાવટ સારી હોય તો યુટ્યુબ બેસ્ટ છે. શોર્ટ વિડિયો,પર્સનલ બ્રાંડમાં ફાવટ હોય તો ઈન્સ્ટાગ્રામ બેસ્ટ છે. બન્ને પ્લેટફોર્મ પર વિડિયો પોસ્ટ કરતી વખતે ક્વોલિટી પર ખાસ ઘ્યાન આપવું જોઈએ. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સમાં પહેલી 3 સેકન્ડ સૌથી વધારે જરૂરી છે. જે જોઈને યુઝર્સ નક્કી કરે છે કે, વિડિયો ચાલું રાખવો કે સ્કિપ કરવો. હા, ફેક વસ્તુ બન્નેમાંથી કોઈ પ્લેટફોર્મ પર નહીં ચાલે. યુટ્યુબમાં એક વર્ષમાં 4000 કલાકનો વૉચટાઈમ જરૂરી છે પૈસા કમાવવા માટે. એ પછી રકમ ગૂગલ એડસેન્સમાં ટ્રાંસફર થાય છે.