સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રીટર્ન થયેલા પ્લેયરનું લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. જોકે, સૌથી વધારે ચર્ચા હાલ તો રીવન્દ્ર જાડેજાની થઈ રહી છે. જેણે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ છોડીને રાજસ્થાન રોયલ્સ સાથે હાથ મિલાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં IPL2026ની હરરાજી થવાની છે. બીજી તરફ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને લઈને મોઢા એટલી વાતો થઈ રહી છે. 19મી સીઝન પહેલા તે નિવૃતિ જાહેર કરી શકે છે એવી વાત સામે આવી હતી. હકીકત એ પણ છે કે, તે ઈજાગ્રસ્ત છે જેને લીઈને શક્યતાઓ સેવાઈ રહી છે કે, ધોની નિવૃતિ જાહેર કરીને ટીમનો મેન્ટર બની શકે છે.
પ્રેક્ટિસ શરૂઃ જે ટીમમાં જે ખેલાડીઓ નક્કી છે તેમણે ટીમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ખેલાડીઓ પ્રેક્ટિસ પર ફોક્સ કરી રહ્યા છે. રાંચીથી આવેલા એક રીપોર્ટ અનુસાર ધોનીના નિવૃતિની વાત અફવા સાબિત થઈ શકે છે. રાંચીમાં પોતાના ઘરથી દૂર એક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ માટે તેમણે પોતાનો શેડ્યુલ પણ નક્કી કરી લીધો છે. હવે સીઝન શરૂ થાય ત્યારે સ્પષ્ટ થશે કે, તે ખેલાડી તરીકે મેદાનમાં આવશે કે મેન્ટર તરીકે?
વર્કઆઉટ શરૂઃ અંગ્રેજી અખબારના ખાસ રીપોર્ટ અનુસાર ધોની છેલ્લા બે મહિનાથી રાંચીના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ માટે તેમણે વહેલી સવારે વર્કઆઉટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તે દરરોજ પોતાના ઘરેથી જુદી-જુદી બાઈક પર સ્ટેડિયમ જાય છે જેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર થયો હતો. જોકે, બીજા બધા વિડિયોમાં પણ માત્ર બાઈક બદલાય છે પણ રૂટ તો એ જ રહે છે. સ્ટેડિમ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, ધોની દરરોજ 1.30 વાગ્યે અહીં આવે છે અને પ્રેક્ટિસ કરે છે. બે કલાક સુધી પાવર હિટિંગ પર પ્રેક્ટિસ કરે છે. દરરોજ એક મેચ રમવાની હોય એ રીતે તે રમે છે.પછી સ્વિમિંગ પૂલમાં જઈ સ્વિમિંગ કરે છે.
સ્ટેમિના પર ફોક્સઃ વિકેટ વચ્ચે સૌથી ઝડપથી દોડતા ખેલાડીમાં ધોની પહેલા ક્રમે આવે છે. આ માટે તે અત્યારે પણ પોતાની ફિટનેસ પર ફોક્સ કરે છે. સ્ટેમિના પર ધ્યાન આપે છે. સાડા ચાર કલાક સ્ટેડિયમમાં પસાર કર્યા બાદ સાંજે 6 વાગ્યે તે પોતાના ઘરે જવા માટે નીકળે છે. ચેન્નઈ સુપરકિંગ્સ ટીમની વાત કરવામાં આવે તો ગત સીઝનમાં ટીમનું પર્ફોમન્સ ખૂબ જ ડાઉન રહ્યું હતું. ટુર્નામેન્ટનું સૌથી ખરાબ પ્રદર્શન આ ટીમનું રહ્યું હતું. માત્ર ચાર મેચ ટીમ જીતી શકી હતી. પછી ટીમ પ્લેઓફ માંથી ફેંકાઈ હતી.