જામનગર મહાનગરનો લલકાર

Jamnagar: હાપા યાર્ડમાં 16000 ગુણી મગફળીની આવક, 161 ખેડૂતોની મગફળી વેચાઈ

જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા મગફળી સહિતની જણસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા મંગળવારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 28000 મણ મગફળીની આવક થઈ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા 161 ખેડૂતનો મગફળીનો માલ વેચાયો હતો. માત્ર મગફળી જ નહીં કપાસ, લસણ, સોયાબિન તથા સુકી ડુંગળીની સારી આવક થઈ છે. મગફળીની આવક શરૂ થતાં જ યાર્ડની બહાર મોટી સંખ્યામાં વાહનો માલ ઠાલવવા માટે ગોઠવાઈ ગયા હતા.

મગફળીની હરાજી થતા જીણી મગફળીના 920થી 1140, જાડી મગફળીના 810થી 1020, 66 નંબરની મગફળીના 900થી 1350, 9 નંબરની મગફળીના 1000થી 1800 ભાવ મળ્યા હતા. જ્યારે કપાસના 1000થી 1580, લસણના 475થી 1250 અને રાજમાના 800થી 1070 સુધીના ભાવથી સોદા થયા હતા. જગ્યાના અભાવે બે દિવસ સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. મંગળવારે આવક શરૂ થાય એ પહેલા જ વાહનો માર્કેટ યાર્ડ સુધી મગફળી લઈને પહોંચ્યા હતા. આ વખતે પડેલા કમૌસમી વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા. પણ પાકના ભાવ મળી રહેતા થોડી રાહત થઈ છે. મગફળી સિવાય પણ અન્ય જણસનું વેચાણ થયું હતું. જેમાં જીરૂ, અજમો અને તલનો સમાવેશ થાય છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »