અમદાવાદ ડેસ્કઃ વજન ઘટાડવા કસરત કરવાની આળસ આવતી હોય તો ડાયેટને ચુસ્તપણે ફોલો કરો. સવારના નાસ્તાથી લઈને રાત્રીના ડીનર સુધી દૈનિક ખોરાકનો એક ભાગ શુગર છે. કોઈપણ ડીશમાં મીઠાશ લાવવા માટે શુગર અનિવાર્ય છે પરંતુ, વજન ઘટાડવા માટે પહેલા શુગર બંધ કરવામાં આવે તો શરીરમાં ઘણો ફેર પડે છે. બિનજરૂરી ચરબી વધતી અટકે છે. બે અઠવિડાયા સુધી શુગર ફ્રી ડાયેટ અપનાવીને વજન ઘટાડવાની શરૂઆત કરી શકાય છે.
શરૂઆત આ રીતે કરી શકાયઃ જે ફૂડમાં થોડી પણ શુગર હોય એ ફૂડ લેવાનું અવોઈડ કરવું જોઈએ.શરૂઆત થોડી મુશ્કેલ હોઈ શકે છે. અચાનક શુગર બંધ કરવાથી બોડીમાં તરત જ રીએક્શન આવાનું શરૂ થાય છે. શરૂઆતમાં ખાલી પેટથી મૂડ સ્વિંગ થાય છે. બોડીમાં થાક હોય એવું મહેસુસ થાય છે. મીઠાઈ ખાવાની ક્રેવિંગ થાય ત્યારે ગરમ પાણી પી શકાય છે. આને વિડ્રોવલ સિંડ્રોમ કહેવાય છે. એક ચોક્કસ સમય સુધી આવી સ્થિતિમાં રહ્યા બાદ શરીર ટેવાતું થઈ જાય છે.
એનર્જી લેવલઃ ચોથા કે પાંચમા દિવસે એક ચેન્જ ફીલ થાય છે. એનર્જી લેવલમાં ઘટાડો થાય છે અથવા તો વધારો થાય છે. શુગર ઈન્ટેક બંધ થયા બાદ શરીરમાં શુગરનું લેવલ સ્થિર થઈ જાય છે. ઘણીવાર શરીરમાં શુગર હોય છે જે શરીરનું સમતોલન સાચવે છે. એમાં વધારાની શુગર ન લઈએ તો પણ ફાયદો થાય છે.દાંતમાં સડો થવા પાછળ પણ શુગર જવાબદાર હોય છે. બીજા અઠવાડિયે શરીરમાં એક લાઈટનેસ અનુભવાય છે. શુગર ઓછી થતા સ્કિનમાં એક અલગ ગ્લો આવે છે. ઘણીવાર કોઈ ભાગમાં સુઝન હોય અને શુગર લેવાનું બંધ કરીએ તો સુઝન ઝડપથી ઊતરી જાય છે.
વજન ઘટશેઃ બે અઠવાડિયામાં વજનમાં ફેર પડશે. શુગર મળવાનું શરીરને બંધ થતા શરીરમાં એક પ્રક્રિયા શરૂ થાય છે. જેની સીધી અસર વ્યક્તિના વજનને થાય છે. શુગર બંધ થતા લીવર પર પડતું વધારાનું પ્રેશર અટકે છે. જેના કારણે ફેટ ઓછી થાય છે અને વજન ઘટે છે. શુગર શરીરને મળતી બંધ થતા પાચનમાં પણ ફેર પડે છે. બ્રેઈન ફોગની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.