Jamnagar City: સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યા હળવી થશે
જામનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતીમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઈન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના […]









